ETV Bharat / city

હું જ ઘરે બેસી રહીશ તો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કોણ કરશે?: ડૉ. પ્રિયંકા શાહ - ડૉ. પ્રિયંકા શાહ અમદાવાદ સિવિલ

“કોરોનાને લીધે મારા ઘરના સભ્યો મને રાજીનામુ આપવાનું કહેતા ત્યારે મેં કહ્યું હતું કે જો બધા જ ડૉક્ટર રાજીનામુ આપીને ઘરે બેસી જશે તો દર્દીઓની સારવાર કોણ કરશે?” આ શબ્દો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી રહેલા ડૉક્ટર પ્રિયંકા શાહના કે જેઓ પોતે કોરોનાગ્રસ્ત થવા છતા પણ દર્દીઓની સારવાર કરી કર્તવ્ય ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

હું જ ઘરે બેસી રહીશ તો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કોણ કરશે? : ડૉ. પ્રિયંકા શાહ

author img

By

Published : Jul 10, 2020, 9:48 PM IST

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલની શરૂઆત થઈ ત્યારથી લઈને આજદિન સુધી ડૉકટર પ્રિયંકા શાહ કોવિડ કંટ્રોલ સેન્ટરમાં CMO તરીકેની ફરજ બજાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીના સગાને રીઅલ-ટાઈમ ઈન્ફોર્મેશન મળી રહે તે હેતુથી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે જેનું સંપૂર્ણ સંચાલન ડૉ. પ્રિયંકાબેન કરી રહ્યા છે.

ડૉકટર પ્રિયંકાએ કોરોના વોરિયર તરીકેની તેમની કામગીરીની વિગતો જણાવતા કહ્યું, " મને કોરોનાના લક્ષણો જણાઈ આવતા RT-PCR રીપોર્ટ કઢાવવાનું નક્કી કર્યું, મારો રીપોર્ટ પોઝિટીવ આવતાં 10 દિવસ હોટલ ખાતે અને બાકીના 7 દિવસ હું મારા ઘરે આઈસોલેશનમાં રહી હતી. ઘરના સભ્યોને હોસ્પિટલમાંથી નોકરી કરીને આવું છું જેથી તમારે બધાએ મારાથી દૂર રહેવું તેમ જણાવી આઈસોલેશનમાં રહી હતી.જેથી મારા પરિવારના કોઈ સભ્યને ચેપ ન લાગી જાય. "

ઉલ્લેખનીય છે કે કોરોના વોરિયર તરીકે ફરજ બજાવવા જતા ડૉ. પ્રિયંકા પોતે પણ કોરોના થી સંક્રમિત થયા હતા. તેઓ તેની સારવાર લઇ સ્વસ્થ થયા હતા. આ વિશે તેઓ જણાવે છે,"આજદિન સુધી મારા ઘરના એકપણ સભ્યને મે ખબર પડવા નથી દીધી કે હું કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છું, તેમજ હું કોરોનાગ્રસ્ત થઈ હતી. હું અત્યારે સમાજ અને રાષ્ટ્રની સેવા કરી રહી છું, જેનો મને અત્યંત આનંદ છે. "

પ્રિયંકાબહેન પોતે ભલે કોરોનાગ્રસ્ત થયા પરંતુ તેમનો જુસ્સો સહેજ પણ મંદ પડ્યો નહિ. માત્ર 24 વર્ષની યુવાન વય ધરાવતા ડૉ. પ્રિયંકા જેવા કોરાના વોરિયર્સના નૈતિક મૂલ્યો અને ફરજ પ્રત્યેની ઉમદા ભાવના દેશના ઉજ્જવળ ભવિષ્યના રસ્તાના માઈલસ્ટોન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.