અમદાવાદઃ આ કિસ્સાથી સ્પષ્ટ થાય છે કે SVP હોસ્પિટલ દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલો સાથે કોઇ સંકલન નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 42 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની મંજૂરી આપવામાં આવી છે તેમ જ તેના રેટ પણ નક્કી કરવામાં આવ્યાં છે તેમ છતાં સંકલન વિના જ ગમે તે પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સ્ફર કરાય છે.
COVIDના દર્દીને પડતી હાલાકીને શર્મસાર કરતો કિસ્સો
સરકારી હોસ્પિટલની બેદરકારીના કિસ્સાની રોજે રોજ બહાર આવી રહ્યાં છે ત્યારે આજે એસવીપી હોસ્પિટલમાંથી પણ એક કિસ્સો સામે આવ્યો છે. જેનાથી સરકાર અને આરોગ્ય વિભાગના આયોજનની પોલ ખુલી છે. SVP દર્દીને દાખલ થવા માટે લેટર હોવા છતાં રઝળવું પડે છે. હોસ્પિટલનો લેટર હોવા છતાં પ્રાઇવેટ હોસ્પિટલ દાખલ ન કરતી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે.