- ક્યારે મેડિક્લ સ્ટાફની અછત થશે પૂર્ણ
- આજે શુક્રવારે માત્ર 20 બેડ જ હોસ્પિટલમાં ખાલી
- 90 નૌસેનાના સભ્યોની ટીમ પણ દર્દીઓની સેવામાં જોડાયા
અમદાવાદઃ રાજયમાં સૌથી વધારે સંક્રમણ અમદાવાદ શહેરમાં ફેલાયેલું છે ત્યારે ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં માત્ર હાલ 600 બેડ જ શરૂ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની અછતના કારણે દર્દીઓને ઓછા દાખલ કરવામાં આવે છે. ગુરુવારે 90 નૌસેનાના સભ્યોની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી અને સારવારમાં જોડાઇ હતી.
આ પણ વાંચોઃ ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં માત્ર 25 બેડ જ ખાલી
ગુરૂવારે 90 નૌસેનાના સભ્યોની ટીમ જોડાઇ
ગુરૂવારે 90 નૌસેનાના સભ્યોની ટીમ જોડાવવા છતાં શુક્રવારે તંત્ર દ્વારા માત્ર હોસ્પિટલમાં 20 બેડ જ ખાલી હોવાનુ જણાવવામાં આવ્યું હતું. ICUના એક પણ બેડ ખાલી ન હોવાનું જણાવવામાં આવ્યુ હતું. દર્દીઓ પણ હોસ્પિટલની બહારના ભાગમાં ઓછા દેખાયા હતા. રાજયમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેને લઇને હવે હોસ્પિટલની બહારના ભાગમાં પણ ઓછા દર્દીઓ દેખાઇ રહ્યા છે. ધનવંતરી કોવિડ હોસ્પિટલના બહારના ભાગમાં પહેલા મોટી સંખ્યામાં દર્દીઓ અને એમ્બ્યુલન્સની લાઇન જોવા મળતી નથી. હાલમાં ઓછા લોકોની લાઇન જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં ઘટ્યો સ્ટાફ, નૌસેનાના વધુ 90 સભ્યની ટીમ પણ જોડાઇ