ETV Bharat / city

બ્રેઈનડેડ પુરુષે અંગદાન કરી લોકોના જીવનમાં પાથર્યો પ્રકાશ - organ donation information

ભારતના 76માં સ્વાતંત્ર્ય પર્વની 76th Independence Day પૂર્વસંધ્યાએ અમદાવાદના 38 વર્ષીય બ્રેઇનડેડ પુરુષે અંગદાન કર્યું છે. 76માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ અમિત શાહનું અંગદાન કર્યું છે. શરીરના ક્યાં ક્યાં અંગોનું અંગદાન Organ Donation in Ahmedabad કરીને અન્ય લોકોને નવજીવન આપ્યું આવો જાણીએ વિગતવાર.

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ અમિત શાહે અંગદાન કરી લોકોના જીવનમાં પાથર્યો પ્રકાશ

author img

By

Published : Aug 16, 2022, 3:31 PM IST

Updated : Aug 16, 2022, 4:03 PM IST

અમદાવાદ સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે (76th Independence Day) 76માં સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ અને ભવ્યાતિ ભવ્ય ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ બ્રેઇનડેડ અમિત શાહના પરિવારજનો દ્વારા અંગદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બાપુનગર વિસ્તારમાં રહેતા 38 વર્ષીય અમિત શાહ ઉંચાઈ પરથી પડી જતાં સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 76માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ તેઓને તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેને લઈને તબીબો અંગોના દાન માટે રીટ્રીવર સેન્ટરમાં લઇ ગયા અને અંદાજીત 7થી 10 કલાકની મહેનતના અંતે હ્રદય અને બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી હતી.

જીવિત વ્યક્તિ શું દાન કરી શકે ઉલ્લેખનીય છે કે, બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી અન્ય અંગોની સાપેક્ષે હૃદય, ફેફસા, નાનું આંતરડુ જેવા અંગોનું દાન મળવું તબીબી જગતમાં અતિ મહત્વનું માનવામાં આવે છે. કારણે કે અંગદાનમાં મળતા 9 અંગોમાંથી કિડની, લીવર જીવિત વ્યક્તિ (Organ Donation in Ahmedabad) પણ દાન કરી શકે છે, પરંતુ હૃદય, ફેફસા જેવા અંગો બ્રેઇનડેડ થયા બાદ જ દાન કરવા શક્ય બને છે. તેમાં પણ ખાસ કરીને હ્રદયને અન્ય અંગોની સાપેક્ષે અતિ મહત્વનું માનવામાં આવે છે. જેને ગણતરીના 4થી 5 કલાકમાં જ રીટ્રાઇવ કર્યા બાદ અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરવાની તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે.

આ પણ વાંચો વિશ્વ અંગદાન દિવસે ચર્ચાયા ઘણા રસપ્રદ ફેક્ટસ જેનાથી અજાણ હશો તમે

અત્યાર સુધી કેટલા દાન સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડટ પણ જણાવે છે કે, અંગદાનના સર્વે અંગોમાંથી હ્રદય અતિ મહત્વનું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા કુલ 83 અંગદાનમાં 136 કિડની, 70 લીવર મળ્યા છે. પરંતુ હૃદયનું દાન મેળવવામાં 22 કિસ્સામાં (Organ donation in Gujarat) સફળતા મળી છે. આના પરથી સમજી શકાય કે 22 હૃદયનું દાન મળવું પણ પોતાનામાં એક આગવી સિદ્ધિ છે. જે અમારા તબીબોની ભારે જહેમત અને કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ અમિત શાહના મળેલા હ્રદયના દાનને (Organ Donation of Brain Dead) ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ શહેરની સિમ્સ હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યું હતું.

આ પણ વાંચો ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સિવિલ હોસ્પિટલમાં 77 અંગદાન, દર્દીઓના અંધકારમય જીવનમાં ઉજાસ ફેલાયો

દર્દી વિશે વાત સિમ્સ હોસ્પિટલના સર્જન ડૉ. ધીરેન શાહ પ્રત્યારોપણ થયેલા દર્દીની વિગતો આપતા જણાવે છે કે, અંગદાનમાં મળેલા હ્રદયને પાટણના 38 વર્ષીય પુરુષ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. 5 કલાકની અત્યંત જટીલ સર્જરીના અંતે સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં (Braindead case in Gujarat) અમને સફળતા મળી છે. દર્દી ઘણાં લાંબા સમયથી હ્રદયની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા દર્દીઓને આ પીડામાંથી ઉગારવા અને પ્રત્યારોપણ માટે ઘણી સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા આર્થિક મદદ પૂરી પાડવામાં આવી છે.

Last Updated : Aug 16, 2022, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.