ETV Bharat / city

અમદાવાદમાં દિવાળી પહેલા 70 કિલો ગાંજો ઝડપાયો, 2ની ધરપકડ

નશો યુવાધનને બરબાદીના રસ્તે લઈ જાય છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પગલે SOG ક્રાઈમે સરસપુરમાંથી 70 કિલોથી વધુના ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદમાં દિવાળી પહેલા 70 કિલો ગાંજો ઝડપાયો, 2ની ધરપકડ
અમદાવાદમાં દિવાળી પહેલા 70 કિલો ગાંજો ઝડપાયો, 2ની ધરપકડ
author img

By

Published : Nov 7, 2020, 7:16 PM IST

  • SOGએ 70 કિલો ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી
  • આરોપીઓ ઓરિસ્સાથી ગાંજો લાવીને અહીં વહેંચતા હતા
  • પોલીસે 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2ને ઝડપી પાડ્યા

અમદાવાદઃ SOG ક્રાઈમને બાતમી મળી હતી કે, સરસપુર ખાતેથી 2 શખ્સ ગાંજો લઈને જઈ રહ્યા છે. જેથી પોલીસે અહીં વોચ ગોઠવી હતી. આ દરમિયાન મોહમંદ શેહઝાદ મોહમંદ રશીદ અંસારી તથા રામ પ્રકાશ ખટિક નામના 2 શખ્સને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી 70 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

ઓરિસ્સાથી ગાંજો મગાવી છૂટક વેચતા હતા

આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો મંગાવતા હતા અને અહીંયા નાની પડીકીમાં પેક કરીને વહેચતા હતા. ઓરિસ્સાથી સુરેન્દ્ર નામનો શખ્સ ગાંજો સપ્લાય કરતો હતો. આ અગાઉ પંજાબથી ગાંજાનો જથ્થો લાવવામાં આવતો હતો. હવે ઓરિસ્સાથી લાવવામાં આવતાં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ ઓરિસ્સાના સુરેન્દ્ર નામના શખ્સની શોધખોળ ચાલી રહી છે અને ધરપકડ થયેલા 2 આરોપીઓની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.