ETV Bharat / city

Gas cylinder explosion: અમદાવાદના બારેજામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટની ઘટનામાં 9 શ્રમજીવીઓના મોત - 7 workers killed in gas cylinder explosion in Bareja of Ahmedabad

મધ્યપ્રદેશના શ્રમજીવીઓ ગુજરાતમાં મજૂરી કામ અર્થે આવેલા એક જ પરિવારના દસ લોકો એક રૂમમાં નીંદર માણી રહ્યા હતા. તે દરમિયાન પરિવારના એક સભ્યએ જાગીને કોઈ કામ અર્થે લાઇટની સ્વિચ દબાવતા અચાનક બ્લાસ્ટ (Gas cylinder explosion) થયો હતો. ત્યારે આ અંગે મધ્યપ્રદેશના મુખ્યપ્રદાનએ દુઃખ વ્યક્ત કર્યું અને 4 લાખની સહાયની પણ જાહેરાત કરવામાં આવી ત્યારે ગુજરાત સરકાર દ્વારા કોઈ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

Gas cylinder explosion
Gas cylinder explosion
author img

By

Published : Jul 24, 2021, 7:09 AM IST

Updated : Jul 24, 2021, 10:28 AM IST

  • બારેજા વિસ્તારમાં ગેસનો બાટલો ફાટ્યો
  • 9 શ્રમિકોના થયા મૃત્યુ
  • શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને 4 લાખની સહાય જાહેર કરી

અમદાવાદ: બારેજા વિસ્તારમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં આ ઘટનામાં ગેસ બ્લાસ્ટનાં કારણે 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે બારેજા વિસ્તારમાં ફેક્ટરીમાં મજુરી કામ કરતા અને આસપાસના વિસ્તારમાં ઓરડીઓ બાંધીને રહેતા શ્રમજીવીઓના ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે તમામને પહેલા નજીકની હોસ્પિટલ અને ત્યાર બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે માટે ખસેડવામાં આવ્યા હતા.

Gas cylinder explosion
Gas cylinder explosion

શ્રમજીવી મધ્યપ્રદેશથી રોજી રોટી અર્થે ગુજરાતમાં આવ્યા હતા

તમામ શ્રમજીવી મધ્યપ્રદેશથી રોજીરોટી અર્થે ગુજરાતમાં આવ્યા હતા અને ફેક્ટરીમાં કામ કરતા હતા. ઘટનાની જાણ મધ્યપ્રદેશ સરકારને થતા મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ પણ ટ્વીટ કરીને ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને રાહતની જાહેરાત કરી હતી.

Gas cylinder explosion
Gas cylinder explosion

આ પણ વાંચો: UP : ગોંડાના ટીકરી ગામે રસોઇ કરતી વખતે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ, 8ના મોત

બાળકોનાં પરિવારને 2 લાખ આપવાની જાહેરાત

મધ્યપ્રદેશ સરકાર દ્વારા મૃતકોને 4 લાખ જ્યારે બાળકોનાં પરિવારને 2 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે ઇજાગ્રસ્ત તમામની સારવાર મફત કરવાની જાહેરાત કરી હતી. ત્યારે બીજી તરફ ગુજરાત સરકાર આ ઘટનાથી અજાણ હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે, ગુજરાત સરકાર દ્વારા કોઈ માધ્યમ દ્વારા હજુ સુધી સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી નથી કે કોઈ સહાયની જાહેરાત પણ કરાઈ નથી. આ ઉપરાંત જયોતિરાદિત્યા સિંધિયાએ પણ ટ્વીટ કરીને ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.

  • अहमदाबाद की फैक्ट्री में गैस लीक से हुए हादसे में गुना के कई श्रमिक भाइयों के दुखद निधन की खबर से व्यथित हूँ।

    इस दुःख की घड़ी में शोकाकुल परिवारजनों के प्रति संवेदनाएँ ।

    — Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: સેલવાસમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ, 1 મહિલાની હાલત નાજુક

આ દુર્ઘટનામાં 7 લોકોના મોત 3 ઇજાગ્રસ્ત

આ દુર્ઘટનામાં રામપ્યારીબાઈ ચૈયાલાલ અહીરવાર (ઉ.વ 56), રાજુભાઇ ચૈયાલાલ અહીરવાર (ઉ.વ 31), સોનુ ચૈયાલાલ અહીરવાર (ઉ.વ 21), સીમાબાઈ રાજુ અહીરવાર (ઉ.વ 25), સરજુભાઈ સોનું અહીરવાર (ઉ.વ 22), વૈશાલીબેન રાજુભાઇ અહીરવાર (ઉ.વ 7), નિતેશભાઈ રાજુભાઇ અહીરવાર (ઉ.વ 6), પાયલબેન રાજુભાઇ અહીરવાર (ઉ.વ 4), આકાશભાઈ રાજુભાઇ અહીરવાર (ઉ.વ 2) સહિત 9 લોકોના મોત થયા છે.

  • मुख्यमंत्री जी ने अहमदाबाद की फैक्ट्री में हुए हादसे पर संवेदना व्यक्त की और इसमें हताहत गुना के श्रमिकों के परिजनों को म.प्र. सरकार की ओर से 4 लाख, बच्चों के परिवार को 2 लाख देने व घायलों के नि:शुल्क इलाज की घोषणा की।

    — Office of Shivraj (@OfficeofSSC) July 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jul 24, 2021, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.