ETV Bharat / city

કંપનીના કર્મચારી પર હુમલો કરી 44 લાખની લૂંટ કરવા મામલે 6 આરોપીની ધરપકડ - અમદાવાદ પોલીસ

અમદાવાદ શહેરમાં આવેલા ચાંગોદર રેલવે ક્રોસિંગ પાસે બાઈક પર સવાર મધુ ફ્રેગ્નેન્સ કંપનીના કર્મચારીઓ પર લાકડાના દંડાથી હુમલો કરી 6 શખ્સોએ રૂપિયા 44.50 લાખની રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં 4થી વધુ આરોપીઓ હોવાથી પોલીસે ધાડની કલમ લગાવી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે બે ભાઈઓ સહિત 6 આરોપીને ઝડપી રૂપિયા 44.50 લાખની રોકડ રકમ પણ કબ્જે કરી હતી.

Ahmedabad police
Ahmedabad police
author img

By

Published : Jan 11, 2021, 3:49 PM IST

  • અમદાવાદ ગ્રામ્યમાં લૂંટ કેસનો ભેદ ઉકેલાયો
  • 3 જ કલાકમાં આરોપીઓને પોલીસે દબોચી લીધા
  • 44 લાખ 50 હજારની થઈ હતી લૂંટ

અમદાવાદ : તાજપુર પાટિયા પાસે આવેલી મધુ ફ્રેગ્નેન્સ કંપનીના કર્મચારીઓના પગારના રૂપિયા લઈને બાઈક પર જતા ઓપરેટર સંદીપ યાદવ અને સનોજકુમાર શર્મા પર ચાંગોદર રેલવે ક્રોસિંગ પાસે લાકડાંના દંડાથી 5 શખ્સોએ હુમલો કર્યો હતો. સંદીપ યાદવને આરોપીએ હાથ લાકડાનો ફટકો મારતા બાઈક પરથી બન્ને નીચે પટકાયા હતા. એક શખ્સે સનોજકુમારને માથામાં લાકડાનો દંડો મારી બેહોશ કર્યો હતો. હુમલાખોરો રૂપિયા 44.50 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ ચાંગોદર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત સનોજકુમારને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યા તેને માથાના ભાગે 19 ટાંકા લેવામાં આવ્યા હતા.

અમદાવાદ ગ્રામ્યમાં લૂંટ કેસનો ભેદ ઉકેલાયો

મોબાઈલ ટાવર લોકેશન આધારે પકડાયા આરોપીઓ

સમગ્ર ઘટનાની જાણ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ આરોપીઓને ઝડપી લેવા સક્રિય બની હતી. અમદાવાદ ગ્રામ્યના DySP કે. ટી. કામરીયા અને PI વી. ડી. મંડોરાએ ચાંગોદર પોલીસની ત્રણ ટીમ અને LCBની એક ટીમ સહિત 4 ટીમોને આ કેસની તપાસ સોંપી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ લૂંટ કરી રહેણાંક વિસ્તારની જગ્યાએ ઝાડીઓ તરફ ભાગ્યા હતા. પોલીસે આરોપીઓને ચારે તરફથી ઘેરી મોબાઈલ ટાવર લોકેશન આધારે પકડી લીધા હતા.

આરોપીઓએ પૂછપરછમાં ગુનો કબુલ્યો

પોલીસ તપાસમાં પકડાયેલા 5 આરોપીમાંથી હરદેવે ઘટસ્ફોટ કર્યો કે, તેનો ભાઈ જીતેન્દ્ર મધુ ફ્રેગ્નેન્સ કોનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જીતેન્દ્રે કંપનીની કર્મચારીઓનો પગાર લઈ બે કર્મચારી શુક્રવારે નીકળવાના હોવાની વાત કરી હતી. હરદેવે તેના મિત્રોને વાત કરતા તમામ લોકોએ લૂંટની યોજના ઘડી હતી. જે મુજબ કંપનીમાંથી બે કર્મચારી રૂપિયા 44.50 લાખની રકમ ભરેલો થેલો લઈને બાઈક પર નીકળ્યા તે સાથે જીતેન્દ્રે તેના ભાઈ હરદેવને જાણ કરી હતી.

Ahmedabad police
કંપનીના કર્મચારી પર હુમલો કરી 44 લાખની લૂંટ કરવા મામલે 6 આરોપીની ધરપકડ

આરોપીઓ કોણ છે? તેમની સાથેથી કેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે?

લૂંટની મુજબ હરદેવે તેના સાગરીતો સાથે મળી બાઈક પર સવાર કર્મચારીઓ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. પોલીસે ધાડના ગુનામાં સંડોવાયેલા સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્ર બાબુ પરમાર, તેના ભાઈ હરદેવ બાબુ પરમાર, નરેન્દ્ર દિનેશ વાણીયા, ભાવેશ બકુલ ભરવાડ, રાકેશ રમેશ મેર અને સુરેશ પોપટ રાઠોડની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી રૂપિયા 44.50 લાખની રોકડ, એક છરો, બે બાઈક, 6 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.