ETV Bharat / city

5G spectrum : અદાણીનો ઔદ્યોગિક 5G સ્પેસમાં પ્રવેશ, શું થશે અસર જૂઓ - એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ

ગુજરાતની અદાણી ગ્રુપની ( Adani Industry Group ) અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડે ઔદ્યોગિક 5G સ્પેશમાં પ્રવેશ (Adani entry into industrial 5G space ) મેળવ્યો છે. ફાઈવ જી સ્પેક્ટ્રમની (5G spectrum) લીલામીમાં અદાણીએ હિસ્સો લીધો હતો. અને તેને 20 વર્ષ માટે 5G સ્પેક્ટ્રમ ( 5G spectrum ) પ્રાપ્ત કર્યું છે.

5G spectrum : અદાણીનો ઔદ્યોગિક 5G સ્પેસમાં પ્રવેશ, શું થશે અસર જૂઓ

author img

By

Published : Aug 2, 2022, 8:59 PM IST

અમદાવાદ- અદાણી ઉદ્યોગ સમૂહના ( Adani Industry Group ) ડિજિટલ કનેક્ટીવિટી સોલ્યુશનના અંગ એવી અદાણી ડેટા નેટવર્ક્સ લિ.(ADNL) એ 26 GHz મીલીમીટર વેવ બેન્ડમાં સ્પેક્ટ્રમના 400 MHzનો ઉપયોગ કરવા માટેના અધિકાર (Adani entry into industrial 5G space ) મેળવ્યા છે. ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સૌપ્રથમ 5Gની લીલામીમાં અદાણી ડેટા નેટવર્કસ લિ.એ 20 વર્ષ માટે સ્પેક્ટ્રમ ( 5G spectrum ) પ્રાપ્ત કર્યું છે.

400 MHz સ્પેક્ટ્રમની પ્રાપ્તિ -નવા હસ્તગત કરાયેલા આ 5G સ્પેક્ટ્રમથી ( 5G spectrum ) એક એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં મદદ મળવાની અપેક્ષા સાથે અદાણી સમૂહના પોતાના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાથમિક ઉદ્યોગ અને બિઝનેસનું ટુ કસ્ટમર બિઝનેસ પોર્ટફોલિયોના ડિજિટાઈઝેશનની ગતિ અને પહોંચને વેગ આપશે. ડિજિટલ સક્ષમતાના પ્રવેગથી મિલ્કતો પરના વળતરના દરમાં ભૌતિક લાંબા ગાળાનો સુધારો થશે. 400 MHz સ્પેક્ટ્રમની પ્રાપ્તિએ તેના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયોને એકીકૃત કરવા તરફનું અદાણી સમૂહનું પ્રથમ પગલું છે. જેમાં ડેટા સેન્ટર્સ, ટેરેસ્ટ્રીયલ ફાઈબર અને સબમરીન કેબલ્સ, ઈન્ડસ્ટ્રીયલ ક્લાઉડ, AI ઈનોવેશન લેબ્સ, સાયબર સિક્યોરિટી અને સુપર એપ્સનો સમાવેશ થાય છે.

આત્મનિર્ભર ભારતની સફર -આ પ્રથમ 5G ( 5G spectrum ) મલ્ટિ-બેન્ડ મલ્ટિ-રાઉન્ડ મલ્ટિ-પ્લેયર સ્પેક્ટ્રમ લિલામીની પારદર્શક અને કાર્યક્ષમ પ્રક્રિયાની આપણે પ્રશંસા કરવી જોઈએ. આપણી સરકાર આત્મનિર્ભર ભારતની સફરમાં જે ડિજિટલ કુશળતા લાવે છે તે તેની એક મહાન અભિવ્યક્તિ છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં 5જી ટેસ્ટ શરૂ, 1 વર્ષ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં આવશે મજબૂત નેટવર્ક

ગૌતમ અદાણીનું નિવેદન -અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ (Gautam adani) જણાવ્યું હતું કે, 5G આપણા દેશની કનેક્ટિવિટીની જરૂરિયાતોને અભૂતપૂર્વ રીતે હલ કરે છે અને ભવિષ્યમાં જરૂરી આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા અમોને મદદરુપ થવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ઔદ્યોગિક 5G સ્પેસમાં અદાણી ગ્રૂપનો પ્રવેશ અમારી પોર્ટફોલિયો કંપનીઓને નવી એડ ઓન સેવાઓનો સેટ ઓફર કરવાની મોકળાશ આપશે. અમે જે નિર્માણ કરી રહ્યા છીએ તે અન્ય તમામ ડિજિટલ સેગમેન્ટ્સનું મૂડીકરણ કરે છે. જ્યારે અમારો પોર્ટફોલિયો અતિ વિતરિત એસેટ ઇન્ટેન્સિવ ઇન્વેસ્ટમેન્ટ હોવાથી તમામ સેન્સરાઇઝેશન મારફત અને ઝડપથી IoT સક્ષમ બનવા ક્રાંતિ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ GTU દ્વારા સ્વદેશી 5G એન્ટેના વિકસાવવામાં આવશે

ઉદ્યોગની સિકલ બદલાઈ જશે -અમે માનીએ છીએ કે તમામ ઉપકરણો એકબીજા સાથે જોડાયેલા હોવાથી ડેટામાં હવે પછીનો વધારો લોકો કરતાં મશીનો દ્વારા વધુ આવશે. આ ડેટાને વાસ્તવિક સમયમાં અન્ય મશીનો દ્વારા પ્રવાહિત, સંગ્રહિત, પ્રક્રિયા અને વિશ્લેષણ કરવાની જરૂર પડશે અને આ ક્ષમતા પ્રત્યેક ઉદ્યોગની સિકલ બદલી નાખશે. એટલું જ નહીં પરંતુ જે બજારની કલ્પના બહાર છે તેવી સેવાઓનો સમૂહ બનાવવામાં મદદ કરશે. આ વોલ્યુમ ત્વરિત રીતે ઊંચું હશે અને ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં ટાયર 2 અને 3 શહેરો સૌથી ઝડપી સર્વાંગી વૃદ્ધિ કરી રહ્યા છે. તેની ધારોધાર પેદા થશે. એમ અદાણીએ કહ્યું હતું.

વ્યવસાયોને ડિજિટલી રીતે સંકલિત કરાશે -અદાણી સમૂહના વર્તમાન અને આવનારા વ્યવસાયોને ડિજિટલી રીતે સંકલિત કરવાની અદાણી ગ્રૂપની વ્યાપક વ્યૂહરચનામાં સબમરીન અને ટેરેસ્ટ્રીયલ કેબલ્સ નેટવર્ક દ્વારા તેના ડેટા સેન્ટર્સને લિંક કરવા, વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક ઓપરેશન્સ ક્લાઉડનું નિર્માણ અને તેના ચાર કરોડ ગ્રાહકો આધારિત સેવાઓના સમૂહને સેવા પ્રદાન કરવા માટે સુપર એપ્લિકેશન વિકસાવવાનો અને વિશ્વકક્ષાના એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની (AI Center of Excellence) સ્થાપના કરવાનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.