અમદાવાદઃ વિગતે વાત કરીએ તો બાપુનગરમાં રહેતાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની બેન્કની પાસબુકમાં એન્ટ્રી પડાવી ત્યારે તેમાં 15-10-18થી 6-4-19સુધી 5,36,973 રૂપિયા કોઇ અજાણ્યા ઇસમો તેમની જાણ બહાર ઉપાડી લીધાં હતાં. જે મામલે સાયબર ક્રાઇમમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ તપાસ શરૂ કરી હતી જ્યારે બેંકમાં આ અંગે તપાસ કરી ત્યારે બેંક તરફથી જાણવા મળ્યું હતું કે ફરિયાદીએ આપેલા મોબાઈલ નંબર બાદ કોઈએ તેમના એકાઉન્ટમાં મોબાઈલ નંબર બદલાવી દીધેલા છે અને બેંકના OTP તેના પર જાય છે.
આરોપીએ ટુકડે ટુકડે 5 લાખથી વધુ રોકડ ઉપાડી લીધી છે. સાયબર ક્રાઇમ ટેકનિકલ એનાલિસિસ કરીને ભરત પંચાલ નામના આરોપીએ જે સરસપુરમાં રહે છે તેની ધરપકડ કરી છે. આરોપીએ બીબીએ મેનેજમેન્ટ સુધી અભ્યાસ કરેલો છે. અગાઉ આરોપી ફરિયાદીની કે.પી. ટ્રેડસ નામની કરિયાણાની દુકાનમાં બિલ બનાવવાનું કામ કરતો હતો. ત્યારબાદ આરોપીએ ફરિયાદીના બેંક એકાઉન્ટમાં મોબાઈલ નંબર બદલી ફરિયાદીના ATMનો પિન પણ બદલી 5 લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી.સાયબર ક્રાઇમ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.