ETV Bharat / city

પીએમની ટકોર બાદ ગુજરાતમાં કોરોનાના દૈનિક ટેસ્ટિંગમાં 45 ટકાનો વધારો

author img

By

Published : Aug 18, 2020, 5:15 PM IST

કોરોના ટેસ્ટિંગમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં ઘણું પાછળ હોવાથી વડાપ્રધાન મોદીની અપીલ બાદ ટેસ્ટિંગમાં લગભગ 40થી 45 ટકા સુધીનો વધારો નોંધાયો છે. વડાપ્રધાનની અપીલ પહેલાં એટલે કે 10મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં દરરોજ 25 હજાર જેટલા ટેસ્ટિંગ કરવામાં આવતાં હતાં જે વધારીને અત્યારે 50 હજાર જેટલું કરી દેવામાં આવ્યું છે. ગુજરાત કુલ કોરોના ટેસ્ટિંગમાં અન્ય રાજ્યો કરતાં હજી પણ ઘણું પાછળ છે.

પીએમની ટકોર બાદ ગુજરાતમાં કોરોનાના દૈનિક ટેસ્ટિંગમાં 45 ટકાનો વધારો
પીએમની ટકોર બાદ ગુજરાતમાં કોરોનાના દૈનિક ટેસ્ટિંગમાં 45 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં વર્તમાન સ્થિતિ પ્રમાણે દર 10 લાખ વ્યક્તિ પૈકી 700 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પીએમની અપીલ બાદ કોરોના ટેસ્ટિંગમાં 45 ટકા જેટલો વધારો નોંધાયો છે. જેથી દૈનિક કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધીને 45થી 50 હજાર જેટલી થઈ ગઈ છે. વર્તમાન સ્થિતિ પ્રમાણે જે ટેસ્ટિંગ હાલ થઈ રહ્યું છે એ સંતોષકારક છે. જોકે હજી પણ ટેસ્ટિંગ વધારવાની નિષ્ણાતો સરકાર પાસે માગ કરી રહ્યાં છે.

કોરોનાના વધતાં ટેસ્ટ અને પોઝિટિવ કેસ વચ્ચે કોઈ સંબંધ નથીઘણાં લોકો એવું વિચારે છે કે વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવે તો પોઝિટિવ કેસની સંખ્યા વધશે. જોકે એવું બિલકુલ નથી, કારણ કે જે વ્યક્તિને ચેપ લાગ્યો છે તેનો જ રિપોર્ટ પોઝિટિવ આવશે. રાજ્યમાં જ્યારે 20 થી 25 હજાર ટેસ્ટ કરવામાં આવતાં હતાં ત્યારે પણ દરરોજ 1000 થી 1100 વચ્ચે કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં હતાં. જોકે હવે દૈનિક ટેસ્ટિંગ 45 થી 50 હજાર જેટલું કરવામાં આવી રહ્યાં છે ત્યારે પણ સરખા પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. એટલે વધુ કોરોના ટેસ્ટ અને પોઝિટિવ સાથે કોઈ સંબંધ નથી.

શા માટે વધુ ટેસ્ટિંગ જરૂરી...કોરોના ટેસ્ટિંગ વધુ કરવામાં આવે તો બીમારીનું વહેલી તકે નિદાન કરી શકાય. કોરોના ટેસ્ટિંગ વધે તો એસિમ્પટોમેટિક દર્દીઓ પકડાય જે આ બીમારીમાં મહત્વનું ભાગ ભજવે છે. એસિમ્પટોમેટિક સુપર સ્પ્રેડરને લીધે સંક્રમણ વધુ ફેલાતું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યાં છે. કોરોના ટેસ્ટ વધુ કરવામાં આવશે તો એસિમ્પટોમેટિક દર્દીઓને ઓળખી ક્વોરન્ટાઈન કરવાથી કોરોનાની ચેન અટકશે અને સંક્રમણના ફેલાવવામાં ઘટાડો થશે. અન્ય રાજ્યો કરતાં કોરોના ટેસ્ટિંગમાં પાછળ ગુજરાત...ગુજરાત કોરોના ટેસ્ટિંગ મામલે અન્ય રાજ્યો કરતાં ઘણું પાછળ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13.6 લાખ જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જે તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યો કરતાં ઘણાં ઓછા છે. આસામ જેવી નાનું રાજ્ય પણ ગુજરાત કરતા વધુ ટેસ્ટિંગ કરી રહ્યું છે. કોરોના ટેસ્ટિંગમાં ગુજરાત 9માં સ્થાને છે.કોરોના ટેસ્ટિંગ અને ભય....કોરોના ટેસ્ટિંગનું નામ સાંભળી લોકોના મનમાં ડર પેસી જાય છે, કારણ કે જો પોઝિટિવ આવે તો કામકાજ, ઘરની જવાબદારી અને લોકોનું સામાજિક દ્રષ્ટિકોણ દર્દી પ્રત્યે કેટલીક હદ સુધી બદલાઈ જાય છે. નિષ્ણાતોના જણાવ્યાં પ્રમાણે એસિમ્પટોમેટિક લોકોમાં કોરોના ટેસ્ટિંગ જરૂરી છે ત્યારે જ આ બીમારી અટકશે. લોકો ડર્યા વગર વધુ ટેસ્ટિંગ કરશે ત્યારે જ સાચા અર્થમાં બીમારીનો અંત આવશે.એક્ટિવ કેસની સંખ્યા સ્થિર...રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ વધ્યું છે તેમ છતાં ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા સ્થિર છે. 1લી ઓગસ્ટના રોજ રાજ્યમાં 14 હજારથી વધુ એક્ટિવ કેસ છે અને અત્યારે 18મી ઓગસ્ટના રોજ પણ એક્ટિવ કેસની સંખ્યા સરખી જ સામે આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા લગભગ 80 હજાર નજીક પહોંચી ગઈ છે જે પૈકી 2800 જેટલા લોકોના મોત નીપજ્યાં છે અને એક્ટિવ કેસની સંખ્યા 14 હજાર જેટલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.