ETV Bharat / city

આ વર્ષની ઉતરાયણમાં આકાશનો રંગ ઝાંખો પડશે, પતંગ-દોરાની ખરીદીમાં 40 ટકાનો ઘટાડો - પતંગની ખરીદી પર કોરોનાની અસર

દર વર્ષે ગુજરાતમાં યોજાતા 'કાઈટ ફેસ્ટીવલ'માં વિદેશથી પતંગ રસિયાઓ ભાગ લેવા આવે છે. ઉત્તરાયણ અને નવરાત્રિ જેવા પર્વો ગુજરાતની સંસ્કૃતિના પ્રતિક છે. પૂર્વ અમદાવાદની પોળોમાં ઉતરાણ પહેલા પતંગ ઉડવા લાગે છે. અમદાવાદની પોળોમાં ઉત્તરાયણ મનાવવા દેશ-વિદેશના સહેલાણીઓ ઉપરાંત ગુજરાતથી વિદેશ જઈને વસેલા ગુજરાતીઓ પણ ખાસ આવતા હોય છે.

kite festival
kite festival
author img

By

Published : Dec 29, 2020, 4:47 PM IST

Updated : Dec 29, 2020, 5:15 PM IST

  • સંપૂર્ણ વિશ્વમાં અમદાવાદની ઉતરાયણ પ્રખ્યાત
  • દોરી રંગવા દિલ્હી અને ઉતરપ્રદેશથી આવે છે કારીગરો
  • કોરોના અને કરફ્યૂના કારણે હાથથી રંગાતી દોરીની માંગમાં 40 ટકાનો ઘટાડો

અમદાવાદઃ દર વર્ષે ગુજરાતમાં યોજાતા 'કાઈટ ફેસ્ટીવલ' માં વિદેશથી પતંગ રસિયાઓ ભાગ લેવા આવે છે. ઉત્તરાયણ અને નવરાત્રી જેવા પર્વો ગુજરાતની સંસ્કૃતિના પ્રતિક છે. પૂર્વ અમદાવાદની પોળોમાં ઉતરાણ પહેલા પતંગ ઉડવા લાગે છે. અમદાવાદની પોળોમાં ઉત્તરાયણ મનાવવા દેશ-વિદેશના સહેલાણીઓ ઉપરાંત ગુજરાતથી વિદેશ જઈને વસેલા ગુજરાતીઓ પણ ખાસ આવતા હોય છે. ઉતરાયણ મનાવવા અમદાવાદની પોળોના મકાનોના ધાબા સંપૂર્ણ પેકેજ સાથે ભાડે મળે છે.

  • વેપારીઓએ આ વર્ષે ઓછો સ્ટોક કર્યો

ઉત્તરાયણને લઈને સરકારની ચુપકીદીથી વેપારીઓએ આ વર્ષે સ્ટોક ઓછો કર્યો છે. ઉતરાયણ આવવાના બેથી ત્રણ મહિના પહેલા અને દિવાળી બાદ અમદાવાદમાં પતંગ બનાવવાનું તેમજ દોરી રંગવાનું કાર્ય શરૂ થઈ જાય છે. લગ્નગાળા બાદ સીઝનલ સ્ટોર્સમાં પતંગ અને દોરીનું માર્કેટ ભરાવા માંડે છે. જો કે, આ વખતે કોરોના વાઇરસને કારણે ઉતરાયણ સહેજ ફિક્કી રહે તેવી સંભાવના છે. કારણ કે, સરકારે આ વર્ષે દર વર્ષની જેમ અમદાવાદમાં યોજાતો 'કાઈટ ફેસ્ટિવલ' રદ કર્યો છે. બીજી તરફ ઉત્તરાયણમાં પતંગ અને દોરીની ખરીદી માટે જામતી ભીડને અટકાવવા સરકાર શું આયોજન કરશે? તેની જાહેરાત કરી નથી. ત્યારે વેપારીઓએ ઉતરાયણને લઈને પતંગ-દોરીના માલનો સ્ટોક ગયા વર્ષો કરતા ઓછો કર્યો છે.

દોરાની ખરીદીમાં 40 ટકાનો ઘટાડો
દોરાની ખરીદીમાં 40 ટકાનો ઘટાડો
  • દિલ્હી અને ઉતરપ્રદેશથી આવે છે કારીગરો

ઉતરાયણમાં પતંગ રસિયાઓ પેચ કાપવામાં ઉસ્તાદ હોય છે. તેઓ હાથેથી ઘસેલી દોરીને વધુ મહત્વ આપતા હોય છે. આ દોરી તૈયાર કરતા સ્પેશિયલ કારીગર બીજા રાજ્યો જેમ કે, દિલ્હી અને ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં બે મહિના પહેલા જ ધામા નાખતા હોય છે. અમદાવાદમાં શાહપુર, ઘીકાંટા, પાલડી જેવા વિસ્તારોમાં દોરીના કારીગરો દર વર્ષે પોતાની ફિક્સ કરેલી જગ્યાએ દોરી રંગવાનું કાર્ય કરતા હોય છે. દોરી રંગવાની લૂગદીમાં ચરસ, સાબુદાણા અને બારીક કાચ જેવી વસ્તુઓનો પ્રયોગ હાથ વડે રંગાયેલી દોરી વધુ લીસ્સી હોય છે અને ત્વચાને વધુ નુકસાન કરતી નથી. વહેલી સવારથી જ દોરી રંગવાનુ શરૂ કરી દેતા આ કારીગરો સામાન્ય રીતે રાત્રિના મોડા સુધી દોરી રંગતા હોય છે.

  • આ વખતે 40 ટકા ગ્રાહકો ઘટ્યા

દર વર્ષે દસથી બાર વ્યક્તિઓના જૂથમાં આવતા કારીગરો વર્ષ દરમિયાનની પોતાની આવકનો મોટો હિસ્સો દોરી રંગીને મેળવતા હોય છે. પરંતુ આ વખતે કોરોના વાયરસને કારણે અસમંજસ ભરી પરિસ્થિતિ હોવાથી કેટલાય કારીગરો આવ્યા નથી. વળી ગત વર્ષ કરતાં આ વખતે કમાણી 60 ટકા જેટલી છે, એટલે કે 40 ટકાની ઘટ છે. જો કે ભાવમાં કોઈ ફેર પડ્યો નથી.

દોરાની ખરીદીમાં 40 ટકાનો ઘટાડો
  • રાત્રિ કરફ્યૂ હટાવવા વેપારીઓની માગ

કોરોના સંક્રમણને કારણે કરફ્યૂનો સમય રાત્રિના 11 વાગ્યે કરવા કારીગરોની માંગ છે. આ વખતે અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં રાત્રે 09 વાગ્યાથી કરફ્યૂની પરિસ્થિતિ હોવાથી તેમને કામ વહેલું સંકેલવું લે પડે છે. પરિણામે જેટલા પણ ઓર્ડર આવ્યા હોય, તે ઉપરાંત તેઓ રેડીમેટ દોરી બનાવવા જરૂરી સમય કારીગરોને મળતો નથી. કારણ કે, પહેલા તેઓ સામાન્ય રીતે રાત્રે બલ્બ લગાવીને પણ બેથી ત્રણ કલાક વધુ કામ કરતા હતા, હવે તેઓ કરફ્યૂના કારણે રાત્રે કામ કરી શકે તેમ નથી. તેઓની માંગ છે કે, સરકાર દ્વારા કર્ફ્યુ સમય રાત્રી 11 વાગ્યાનો કરવામાં આવે તો તેઓ કામ સરળતાથી કરી શકે.

  • શું કહ્યું કારીગરોએ..?

નવા વર્ષે વધુ કામની આશા સાથે કારીગરો જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ લોકો દોરીની ખરીદી કરવા વધુ આવતા હોય છે. 14 તારીખે ઉતરાયણ હોવાથી તેના અગાઉના દિવસોમાં દોરી રંગવા માટે વેઇટિંગ જોવા મળે છે. ત્યારે નવા વર્ષમાં સરકાર દ્વારા કરફ્યૂ ઉઠાવી લેવામાં આવે તેવી સંભાવના છે. તેથી આ સમયગાળા દરમિયાન વકરો કમાઈને પોતાના રાજ્યમાં પરત ફરે તેવી આશા છે.

Last Updated : Dec 29, 2020, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.