- 4.93 કરોડ લાભાર્થીઓને વેક્સિન આપવાનો ટાર્ગેટ
- કોરોના વેક્સિનેશનમાં ગુજરાતની વધુ એક સિદ્ધિ
- કુલ 5.68 કરોડ ડોઝ ગુજરાતમાં અપાયા છે.
ગાંધીનગર : ગુજરાતે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન અન્વયે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુજરાત વેક્સિન આપવાના મામલામાં પહેલીથી જ આગળ પડતું રહ્યું છે. ગુજરાતમાં લોકો પણ વેક્સિન લેવા મામલે પહેલાથી જ અગ્રેસર રહ્યા છે. આ પહેલા ગુજરાતમાં જે રીતે કોરોના કેસો વધ્યા હતા તેને જોતા લોકોમાં આ અવરનેસ આવી છે. જેમાં શહેરો ઉપરાંત ગામડાઓમાં પણ લોકો મોટી સંખ્યામાં વેક્સિનથી રક્ષિત થઈ રહ્યા છે.
ગુજરાતમાં પ્રથમ ડોઝ મેળવનારાઓની ટકાવારી 81.1 ટકા
સમગ્ર રાજ્યમાં રસીકરણ પાત્રતા ધરાવતા 18 વર્ષથી ઉપરની વયના 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લાભાર્થીઓમાંથી તમામ વયજૂથના 4 કરોડ 39 હજાર લાભાર્થીઓને કોરોના વેક્સિનેશનના પ્રથમ ડોઝથી તારિખ 20 સપ્ટેમ્બર બપોર સુધીમાં રક્ષિત કરવામાં આવ્યા છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ગુજરાતમાં પ્રથમ ડોઝ મેળવનારાઓની ટકાવારી 81.1 ટકા જેટલી થઇ ગઇ છે. 1 કરોડ 68 લાખ 50 હજાર 352 લાભાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે.
ગુજરાતે દર એક હજારની વસ્તીએ 890 રસીના ડોઝ આપ્યા
સમગ્રતયા, રાજ્યમાં 5 68 કરોડથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતે દર એક હજારની વસ્તીએ 890 રસીના ડોઝ આપીને દેશમાં મોટા રાજ્યોમાં વેક્સિનેશન અન્વયે અગ્રેસરતા દાખવી છે. ગુજરાતમાં એવરેજ 3 લાખ આજુ બાજુ વેક્સિન લોકોને આપવામાં આવી રહ્યા છે ક્યારેક તેના કરતા પણ વધુ વેક્સિનના ડોઝ મળતા હોય છે. જેથી જલદીથી બીજા ડોઝ લેનારની સંખ્યા પણ વધી જશે.