ETV Bharat / city

અમદાવાદ: 14 બુલેટ સહિત 21 બાઈક ચોરી કરનારા 4 ચોર ઝડપાયા - ETV Bharat News

અમદાવાદમાં દિવાળીના તહેવારને લઈ ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન 4 ચોરને ઝડપી પાડયા છે. જેઓઅ બુલેટ સહિત અનેક બાઈકની ચોરીને અંજામ આપ્યો હતો.

અમદાવાદમાં બાઈકની ચોરી કરનારા ઝડપાયા
અમદાવાદમાં બાઈકની ચોરી કરનારા ઝડપાયા
author img

By

Published : Nov 15, 2020, 11:02 PM IST

  • અમદાવાદમાં બાઈકની ચોરી કરનારા ઝડપાયા
  • ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન 4 ચોરને ઝડપી પાડ્યા
  • પોલીસે 21 બાઈક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદઃ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન 4 ચોરને ઝડપી પાડયા છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શહેરના ગોતા વિસ્તારમાં 4 ચોર છે. જેઓએ શહેરમાં અનેક વાહન ચોરીને અંજામ આપ્યા છે. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે હનુમંત સિંગ, દિનેશ સિંહ, રાહુલ ચૌહાણ, લક્ષ્મણ કુમારને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 21 બાઈક કબ્જે કર્યા હતા.

14 બુલેટ સહિત 21 બાઈક ચોરી કરનારા 4 ચોર ઝડપાયા

ગાંધીનગર અને રાજસ્થાનના અજમેરમાં કરી હતી ચોરી

આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ ગાંધીનગર અને રાજસ્થાનના અજમેરમાં ચોરીને અંજામ આપ્યો હતો. 2 આરોપીઓની અગાઉ ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.