- અમદાવાદનું IIM બન્યું કોરોના હોટ સ્પોટ
- વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત વધુ 32 કોરોનો કેસો નોંધાયા
- IIM 2 દિવસમાં 292 લોકોના ટેસ્ટ કરાયા
અમદાવાદ: સતત કોરોનાનું સંક્રમણ વધતા શહેર હોટ સ્પોટ બની રહ્યું છે. ત્યારે, અમદાવાદ IIM કોરોના સુપર સ્પ્રેડ બનતાં ગંભીર પરિસ્થિતિ બની રહી છે. જેમાં, IIMમાં 223થી વધુ લોકો કોરોનાના ભરડામાં આવી ચુક્યા છે. આથી, 2 દિવસમાં એટલે કે 30-31 માર્ચે IIMમાં 292 લોકોના RT-PCR અને રેપીડ ટેસ્ટ કર્યા હતા. જેમાં, કુલ 32 લોકો પોઝિટિવ આવ્યા છે. હાલ, IIMમાં કુલ 84 એક્ટિવ કેસ છે. જેમાં, સૌથી વધુ 51 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત છે.
IIMમાં કુલ 223 જેટલા કોરોના પોઝિટિવ કેસ
IIM કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા દિવસોમાં કોરોના ટેસ્ટિંગ કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં, વિદ્યાર્થીઓ, પ્રૉફેસરો, કૉન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ અને કૉમ્યુનિટી મેમ્બરોના કોરોનાના લક્ષણો જણાય તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે, 1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 સુધીમાં IIMમાં કુલ 223 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં, 98 વિદ્યાર્થીઓ, 5 પ્રોફેસર, 14 ઑન કેમ્પસ અને 28 ઑફ કેમ્પસ સ્ટાફ, 30 કૉન્ટ્રાક્ટ સ્ટાફ અને 48 કૉમ્યુનિટી મેમ્બરો અને અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ થયો હતો.
આ પણ વાંચો: અમદાવાદની IIMમાં કોરોના વિસ્ફોટ, વધું 23 કેસ નોંધાયા
બહારની વ્યક્તિને પ્રવેશબંધી
અમદાવાદ IIMમાં સતત કોરોનાનો આંકડો વધતા ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, IIMમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ કરવા માટે ફરિજીયાત ટેસ્ટ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, બહારની વ્યક્તિને પ્રવેશ આપવામા આવતો નથી.
5 વિદ્યાર્થીઓની ભૂલને કારણે સંક્રમણ વધ્યું?
આ અંગે મળતી માહિતી મુજબ IIMમાં 5 વિદ્યાર્થીઓની ભૂલને કારણે વધારે લોકોને સંક્રમણનો ભોગ બનવું પડ્યુ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 12 માર્ચના રોજ IIMના 6 વિદ્યાર્થીઓ ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ મેચ જોવા ગયા હતા અને મેચ જોઈને પરત આવ્યાં બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવતા 6 પૈકી 5 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે, આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની હોવાથી તે પોતે પોઝિટિવ છે તે તેઓએ છુપાવ્યું હતું. જ્યારે વધુમાં 28 માર્ચે કરવામાં આવેલા 116 લોકોના ટેસ્ટમાં 10 પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા, જેમાં 9 વિદ્યાર્થી પોઝિટિવ નોંધાયા હતા, જ્યારે બિજા દિવસે વધુ 6 લોકો પોઝિટિવ નોંધાયા છે.
આ પણ વાંચો: અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ : અત્યાર સુધીમાં કુલ 172 કોરોના કેસ નોંધાયા
બુધવારે 15 વિદ્યાર્થીઓ સહિત 23 લોકો પોઝિટિવ આવ્યાં હતાં
IIMમાં અગાઉ પણ સ્ટાફના કેટલાક લોકો પોઝિટિવ આવ્યાં હતા. પરંતુ ત્યારબાદ કોરોના ટેસ્ટિંગ કરાવ્યાં બાદ IIMમાં એક પણ કેસ સામે આવ્યો ન હતો. જોકે, 2 દિવસમાં IIMAમાં 15 જેટલા વિદ્યાર્થીઓ સહિત 23 લોકો પોઝિટિવ આવ્યાં છે. 26થી 27 માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ 5 લોકો પોઝિટિવ આવ્યાં હતા.