અમદાવાદ: નવા વર્ષને (31st Celebration 2021) આવકારવા આખું વિશ્વ ઉજવણી કરી રહ્યું હતું. તે સમયે અનેક પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ શહેર પોલીસ કાયદાકીય કાર્યવાહી કરી રહી હતી, અને તેવા જ 1026 લોકો વિરુદ્ધ ધરપકડ અને દંડની કાર્યવાહી શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે.
31ની ઉજવણી દરમિયાન લોકો બેદરકાર જોવા મળ્યા
છેલ્લા 3 વર્ષથી કોરોનાના ભય હેઠળ 31 ડિસેમ્બરની ઉજવણી બગડી રહી છે. અગાઉના 2 વર્ષ મંજૂરી ન મળવાથી ઉજવણી શક્ય બની ન હતી. પરંતુ આ વર્ષે થોડી છૂટછાટ અને શરતઆધિન 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી. પરંતુ ઉજવણી દરમિયાન લોકો બેદરકાર જોવા મળ્યા હતા, જેમાં 638 લોકો માસ્ક વિના તો, 150 કરતા વધુ લોકો રાત્રે 11 વાગ્યા બાદ કર્ફ્યુ નિયમનુ ઉલ્લંઘન કરતા ઝડપાયા હતા.
1 દિવસમાં નોંધાયેલા આંકડાઓ લોકોની બેદરકારી છતી કરે છે
એક તરફ રાજ્યમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે, તો બીજી તરફ લોકો હજી પણ બેદરકારી દાખવી રહ્યા છે. પોલીસ ચોપડે માત્ર 1 દિવસમાં નોંધાયેલા આંકડાઓ લોકોની બેદરકારી છતી કરે છે. ત્યારે જોવું એ રહ્યું કે, લોકો ક્યારેય જાગૃત બને છે અને કોરોનાને હરાવવામાં સફળતા મળે છે.
આ પણ વાંચો:
Kidnapping in Ahmedabad : યુવકને દેવું થઈ જતા અપહરણનું તરકટ રચ્યું, યુવક રૂપિયા કમાવવા વિદેશ ગયો હતો
31st Celebration 2021: અમદાવાદ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના 5 જ દિવસમાં નોંધાયા 69 કેસ