અમદાવાદ: શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 18 હજારથી વધુ કેસ નોંધાઇ ચુક્યા છે.ત્યારે વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને શહેરની 31 પોસ્ટ ઓફિસો સોમવારથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ કોઈપણ પ્રકારના વ્યવહારો થશે નહી.
કોરોના વાઇરસને કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં પણ બેંકો ચાલુ હતી અને સરકારી કચેરીઓ પણ અડધી કેપેસિટીથી ચાલતી હતી.પરંતુ લોકડાઉન ખૂલ્યા બાદ હવે કોરોનાને મોકળું મેદાન મળ્યું હોય તેમ અમદાવાદમાં દરરોજ કોરોના વાઇરસના કેસ ત્રણ આંકડામાં આવી રહ્યા છે. અનેક સરકારી કચેરીઓ અને નાણાકીય સંસ્થાઓમાં લેવડદેવડ માટે ભીડ જોવા મળી રહી છે. જેને લઈને આ સંસ્થાઓના કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.
જો કે આ નિર્ણયના પગલે નાની બચતના ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. તેથી પોસ્ટ ઓફિસના ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.