ETV Bharat / city

અમદાવાદ: દીવાલ પર ચઢી ચોરી કરનારી ગેંગ ઝડપાઇ, આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ

દીવાલ પર ગરોળીની જેમ ચઢીને ચોરી કરનારી ગેંગના સભ્યોને કાલુપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આ ગેંગના 3 આરોપીને ઝડપી 5 ગુનાના ભેદ ઉકેલ્યા છે. આ આરોપીઓએ તાજેતરમાં જ કાલુપુરની પાંચ દુકાનોમાં 5 લાખની ચોરી કરી હતી.

kalupur-police
ચોરી કરનારી ગેંગને કાલપુર પોલીસે ઝડપ્યા
author img

By

Published : Oct 27, 2020, 6:33 PM IST

  • કાલપુર પોલીસે ચોરી કરનારી ગેંગના સભ્યોને ઝડપ્યા
  • 3 આરોપીઓને પકડીને 5 ગુનાનો ભેદ ઉકેલ્યો
  • ગરોળીની જેમ દીવાલ પર ચઢીને ચોરીને આપતા હતા અંજામ

અમદાવાદઃ જિલ્લામાં કાલપુર પોલીસે ચોરી કરનારી ગેંગના સભ્યોને ઝડપા પાડ્યા છે. કાલુપુર પોલીસે નૂર મોહંમદ શેખ, સલમાન ખાન શેખ અને મુશરફ શેખની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના રહેવાસી છે. તમામ આરોપીઓ તાજેતરમાં જ કાલુપુરની 5 દુકાનોમાં 5 લાખની ચોરી કરી હતી અને ભાગે તે પહેલાં જ પોલીસે તમામની ધરપકડ કરી છે.

ચોરી કરનારી ગેંગને કાલપુર પોલીસે ઝડપ્યા

આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયા છે

આ આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ અન્ય રાજ્યોમાંથી બસ મારફતે આવતા હતા અને જે જગ્યા પર ચોરી કરવાની હોય ત્યાં રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રે આવીને દીવાલ પર ગરોળીની જેમ ચઢી ચોરીને અંજામ આપતા હતા. તેઓ દર વખતે 5 લાખની ચોરીનો ટાર્ગેટ રાખતા હતા. આરોપી નૂર મોહંમદ સામે અગાઉ 21, સલમાન ખાન શેખ સામે 10 જ્યારે મુશર્રફ શેખ સામે 2 ગુના નોંધાયેલા છે. હાલ આરોપીઓની પાલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.