- કોર્પોરેટ્સ ગિફ્ટ સેકટરમાં 25થી 30 ટકાની વૃદ્ધિ
- લોકોની પસંદ નવા ફ્લેવર્ડ અને ડિઝાઇનિંગ ચોકલેટ્સ
- ચોકલેટ્સના બુકે, ટેડી શેપ ચોકલેટ્સ અવનવી વેરાયટીમાં કોર્પોરેટ્સ ગિફ્ટ
અમદાવાદ: ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સા મહિલા વિંગના પૂર્વ પ્રમુખ શિલ્પા ભટ્ટે ETV ભારતને જણાવ્યું હતું કે ગત વર્ષે કોર્પોરેટ ગિફ્ટસના બિઝનેસ (gifts business during Diwali)ની સરખામણીએ આ વર્ષે 25થી 35 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. સામાન્ય રીતે આખા વર્ષ જેટલો નફો મેળવતા હોઈએ છીએ તેનો મોટાભાગનો હિસ્સો દિવાળીના સમયે પ્રાપ્ત થવાની સંભાવના રહે છે, કારણકે આ સમયે ઉત્પાદન સામે બજારમાં ગ્રાહક વધુ સંપર્કમાં આવે છે.
લોકો લાંબા સમય ટકી રહે તેવી મીઠાઈને વધુ પસંદગી
શિલ્પાબેન ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, હાલ બજારમાં કોર્પોરેટ્સ ગિફ્ટસમાં દિવાળીએ મીઠાઈ આપવાની પરંપરા હજી પણ યથાવત છે. આ પરંપરામાં બદલાવ એ નોંધાયો છે કે હવે લોકો દૂધની મીઠાઈ કરતા ડ્રાયફ્રુટ અને લાંબા સમય સુધી ચાલતી મીઠાઈ જેવી કે મોહનથાળ, ડ્રાયફ્રુટ સ્વિટ્સ તરફ વધુ પસંદગી આપી રહ્યા છે. ગત વર્ષે બજાર સાવ ફિક્કું રહ્યું હતું. કોરોનાનો ચેપ ન લાગે તે માટે કેટલાક વેપારીઓએ સ્વેચ્છાએ વેચાણ બંધ રાખ્યું હતું, પણ આ વર્ષે મોટા પ્રમાણમાં વેક્સિનેશન થયું હોવાને કારણે સારો બિઝનેસ રહ્યો છે.