ETV Bharat / city

કચ્છના મુન્દ્રાના 22 ગામોને ટૂંક સમયમાં મળશે નર્મદાના નીર - Gujarat High Court

કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડવા માટે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, તેની સામે આજે હાઇકોર્ટે આ મામલે નિર્ણય આપતા હવે કચ્છના મુન્દ્રા તાલુકાના 22 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે. આ સાથે એડવોકેટ મનીષા લવકુમારે જણાવ્યું હતું કે, 32 હજાર હેક્ટર જમીનને નર્મદાના નિરથી સિંચાઈનો લાભ મળશે.

કચ્છના મુન્દ્રાના 22 ગામોને ટૂંક સમયમાં મળશે નર્મદાના નીર

author img

By

Published : Aug 24, 2021, 7:19 PM IST

  • કચ્છને નર્મદાના નીર હવે ટૂંક સમયમાં મળી શકશે
  • મુન્દ્રા તાલુકાના 22 ગામોને પીવાનું અને સિંચાઇનું પાણી મળશે
  • 2013 થી જમીન સંપાદન ઉપર આપેલા સ્ટેને હાઇકોર્ટે હટાવ્યો

અમદાવાદ- કચ્છને નર્મદાના નીર પહોંચાડવાનો માર્ગ હવે મોકળો બન્યો છે. કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડવા માટે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ 2013માં જમીન સંપાદનના કેસ પર હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો. તેની સામે આજે હાઇકોર્ટે આ મામલે નિર્ણય આપતા હવે કચ્છના મુન્દ્રા તાલુકાના 22 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે.

કચ્છના મુન્દ્રાના 22 ગામોને ટૂંક સમયમાં મળશે નર્મદાના નીર

આ પણ વાંચો- સૌની યોજના મારફતે નર્મદાના નીર ફરી પહોંચ્યા રાજકોટ

જમીન સંપાદનને પડકારતી અરજીઓ 50 હજારના દંડ સાથે હાઇકોર્ટે ફગાવી છે

વધુમાં આ મુદ્દે એડવોકેટ મનીષા લવકુમારે મીડિયાને જણાવ્યું હતું કે, 32 હજાર હેક્ટર જમીનને નર્મદાના નિરથી સિંચાઈનો લાભ મળશે. મુન્દ્રા તાલુકાના એક ગામમાં જમીન સંપાદન પર હાઇકોર્ટે જે મનાઈ હુકમ આપ્યો હતો, તેને હટાવી દેવામાં આવ્યો છે. જમીન સંપાદનને પડકારતી અરજીઓ 50 હજારના દંડ સાથે હાઇકોર્ટે ફગાવી છે. મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સ્ટે હટાવતા કેનાલ બનવા માટેનો રસ્તો હવે ખુલ્લો થયો છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ હવે કેનાલની અધૂરી લિંક ઝડપથી પૂર્ણ કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.