અમદાવાદઃ બોટાદમાં ગરબાડા તાલુકાના ભે ગામમાં 40 ફૂટ ઊંડા કૂવામાં તરછોડી દેવાયેલી 2 દિવસની બાળકી મળતા ચકચાર મચી હતી. આ બાળકીને પાણી વગરના કૂવામાં દોરડું બાંધીને ઉતારી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ બાળકીને અત્યારે ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે (Newborn Baby in under treatment in Zydus Hospital) રાખવામાં આવી છે. આ બાબતે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ બાળ કલ્યાણ સમિતિએ (Child Welfare Committee) પણ કાર્યવાહી શરૂ કરી છે.
કૂવાના માલિકે સરપંચને કરી જાણ - ગરબાડા તાલુકાના ભે ગામના ગાળા ફળિયામાં રહેતાં જોખલાભાઈ કસનાભાઈ હઠીલાની માલિકીના કૂવામાં એક નવજાત બાળકી મળી આવી હતી. તેમણે આ અંગે ગામના સરપંચને જાણ કરી હતી. તો આ ઘટનાની જાણ થતાં ગરબાડા પોલીસ ભે ગામે (Police Complaint in Garbada Police Station) પહોંચી હતી.
કૂવામાં ઉતરતા બાળકી જીવિત હોવાનું જણાયું - બચાવ કામગીરી કરનારા લોકો બાળકીને બહાર કાઢવી 40 ફૂટ ઊંડા કૂવામાં દોરડું બાંધીને (Rescue operation of newborn baby girl in Botad) નીચે ઉતર્યા હતા. જોકે, આ બાળકી જીવિત હોવાનું જાણવા મળતાં ખળભળાટ મચ્યો હતો. જોકે, બાળકીના પગ અને શરીરમાં લાલ કીડીઓ પણ ફરતી જોવા મળી હતી. યુવાનોએ આ કીડીઓ દૂર કરી દોરડાની મદદથી નીચે ઉતરી બાળકીને બહાર કાઢી હતી. તો કીડીઓ કરડવાથી બાળકીના શરીર પર સંખ્યાબંધ નિશાન જોવા મળ્યા હતા.
આ પણ વાંચો- મોરબી જિલ્લાના મેઘપર ગામ નજીક મળી આવી ત્યજી દેવાયેલી નવજાત બાળકી
કૂવાના માલિકે નોંધાવી પોલીસ ફરિયાદ - કૂવાના માલિક જોખલાભાઈએ આ અંગે કૂવામાં બાળકીને તરછોડી દેનારી મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે ગરબાડા પોલીસે (Police Complaint in Garbada Police Station) અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બાળ કલ્યાણ સમિતિના સભ્યો થયા દોડતા - બાળ કલ્યાણ સમિતિ (Child Welfare Committee) દાહોદની મિટીંગ ચાલી રહી હતી. ત્યારે ગરબાડા પોલીસ સ્ટેશનથી ચિલ્ડ્રન હોમ દાહોદના (Children Home Dahod) અધિક્ષક રાકેશ પ્રજાપતિ પર બાળકી અંગેનો ફોન આવ્યો હતો. તો ચેરમેન નરેન્દ્ર સોનીએ ત્વરિત નિર્ણય લઈ બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ કે. તાવીયાડ, લિગલ કમ પ્રોબેશન ઓફિસર એ. જી. કુરેશી, સુરક્ષા અધિકારી રેખા ડી. વણકર તેમ જ સમિતિના (Child Welfare Committee) 2 સભ્યો લાલાભાઈ સુવર અને લાલાભાઇ મકવાણાની ટીમને સાથે રાખી ત્યજી દીધેલ બાળકીની ઝાયડસ હોસ્પિટલ (Newborn Baby in under treatment in Zydus Hospital) દાહોદ ખાતેના એનઆઈસીયુની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો- પોરબંદરમાં મળી આવેલા નવજાત બાળકના મૃતદેહનો ઉકેલાયો ભેદ
સમિતિએ બાળકીના સ્વાસ્થ્ય અંગે મેળવી માહિતી - સમિતિએ (Child Welfare Committee) ડોક્ટરો સાથે ચર્ચા કરી બાળકીના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી. તેમ જ બાળકીને દાહોદ ખાતે યોગ્ય સારવાર આપી જો કોઈ વાલી વારસ નહીં મળે તો સરકારના માર્ગદર્શન મુજબ દત્તક વિધાનની જોગવાઈઓ અનુરૂપ બાળકીને યોગ્ય કુટુંબમાં દત્તકમાં આપવા માટે ભલામણ કરી આપવા ચેરમેને જણાવ્યુ હતું.
સાબરકાંઠામાં દંપતીએ બાળકીને દાટી દીધી - બીજી તરફ 'છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય' આ કહેવત હિંમતનગરના એક દંપતીએ ખોટી સાબિત કરી બતાવી છે. કારણ કે, ગાંભોઈ પાસે આ દંપતીએ પોતાની જ 7 મહિનાની બાળકીને જીવતી જમીનમાં દાટી (Baby Found in Gambhoi Village) દીધી હતી. જોકે, આસપાસના ખેતમજૂરોને બાળકીના રડવાનો અવાજ સંભળાતા તેમણે તંત્રને જાણ કરી હતી. ત્યારે સ્થાનિક કચેરીના અધિકારીઓએ બાળકીને જીવતી બહાર કાઢી હતી. તો આજે (શુક્રવારે) પોલીસે 3 ટીમ બનાવી આ દંપતીને નંદાસણથી ઝડપી (Sabarkantha Police arrested Accused) પાડ્યું હતું.
અધિકારીઓએ બાળકીને કાઢી બહાર - હિંમતનગરના ગાંભોઈ નજીક આવેલા ખૂલ્લા ખેતરમાં એક દંપતીએ પોતાની 7 મહિનાની બાળકીને દાટી (Buried girl found alive in Sabarkantha) દીધી હતી. ત્યારબાદ સ્થાનિક કચેરીના અધિકારીઓએ બાળકીને બહાર કાઢી હતી. બાળકી જીવિત હાલતમાં (Buried girl found alive in Sabarkantha) હોવાથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બાળકી અધૂરા મહિનામાં જન્મી હોય તેવું પ્રાથમિક અંદાજ સ્થાનિક ડોક્ટરો લગાવી રહ્યા છે. જોકે, બાળકી અત્યારે સ્વસ્થ છે.