- નડિયાદની વિધિ જાદવે શહીદ હરિશસિંહ પરમારના પરિવારની મુલાકાત લીધી
- શહીદના પરિવારને 56 હજાર રૂપિયાની કરી આર્થિક મદદ
- 19 વર્ષની વિધિ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે
અમદાવાદ : નડિયાદની વિધિ જાદવના નસીબમાં દેશની સેવા કરતા અને દેશના સીમાડા સાચવતા સૈનિકો તેમજ તેમના પરિવારો માટે સ્નેહ ભાવ અને સેવા લખી છે. વિધિએ અત્યાર સુધીમાં અનેક સૈનિક પરિવારોની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ જવાન શહીદ થઈ જાય અને તે ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે.
વિધીનો પરિવાર પૈસાદાર નથી
દેશના શહિદ સૈનિક પરિવારોને આર્થિક મદદ કરતી વિધિ જાદવે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના 25 વર્ષીય વીર શહિદ જવાન હરીશસિહ પરમારના પરિવારની મુલાકાત લઈ તેઓને સાંત્વના પાઠવી હતી, આ ઉપરાંત તેમના પરિવારને 11 હજારનો ચેક પણ અર્પણ કર્યો હતો. વિધિએ પાંચ દિવસ પહેલા ખેડા જિલ્લાના નાગરિકોને યથાશક્તિ મુજબ આ શહિદ પરિવારને આર્થિક મદદ કરવા વિનંતી કરી હતી, જેમાં કુલ 45 હજાર રૂપિયાની રકમ જુદી જુદી વ્યક્તિઓ તરફથી મળી હતી. તે રકમ પણ વિધિએ યાદી સાથે આ પરિવારને આપી હતી. આમ, કુલ 56 હજાર રૂપિયાની આર્થિક મદદ આ શહિદ પરિવારને કરવામાં આવી છે.
આ પણ વાંચો: