- મુસ્લિમ સમાજ દ્વારા જગન્નાથને ચાંદીનો રથ અર્પણ
- પરંપરા પ્રમાણે રથયાત્રાના એક દિવસ અગાઉ આપી ભેટ
- રઉફ શેખ બંગાળીની આગેવાનીમાં આપવામાં આવી ભેટ
અમદાવાદઃ એક વખતે કોમી તંગદિલીનું કારણ બનેલી રથયાત્રા આજે કોમી એકતાની મિસાલ બની ચૂકી છે. શહેરમાં રથયાત્રા પહેલાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને શુભેચ્છા આપવા જુદા-જુદા ધર્મ અને સંપ્રદાયના લોકો આવે છે. ત્યારે આ વર્ષે 144મી રથયાત્રા (144th Rathyatra) માં ખ્રિસ્તી ધર્મના બિશપ બાદ મુસ્લિમ ધર્મના આગેવાનોએ પણ જગન્નાથ મંદિરના મહંતની મુલાકાત લીધી હતી.
કોમી એકતાનું પ્રતિક રથયાત્રા
જગન્નાથ રથયાત્રામાં દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ જગન્નાથ મંદિરને અર્પણ કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે રઉફ શેખ બંગાળીની આગેવાની હેઠળ મુસ્લિમ સંપ્રદાયનાં લોકોએ મહંત દિલીપદાસજીને ચાંદીનો રથ આપીને કોમી એકતાનો સંદેશ આપ્યો હતો.
કોરોના નહિવત એટલે રથયાત્રા શક્ય
છેલ્લા 18 વર્ષથી મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ રથયાત્રાના આગલાના દિવસે જગન્નાથ મંદિરમાં ભેટ આપવામાં આવે છે. બીજી તરફ મહંત દિલીપદાસજી પણ રમજાનના દિવસોમાં મહંત દિલીપદાસજી મુસ્લિમ સમાજના લોકો વચ્ચે ઇફતારીમાં ભાગ લેવા જાય છે. રઉફ બંગાળીએ જણાવ્યું હતું કે, અત્યારે કોરોનાના કેસ ઓછા છે એટલે સરકારે કોરોના નિયંત્રણ સાથે રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. આ અગાઉ પણ અનેક તહેવારો આવશે જુદા-જુદા ધર્મના ઉત્સવો આવશે ત્યારે પરિસ્થિતિ કેવી હોય ? પરિસ્થિતિ અનુસાર સરકાર જ નિર્ણય કરશે. ફક્ત રથ યાત્રાને મંજૂરી આપી છે એટલે તમામ ધર્મના તહેવારને પણ મંજૂરી આપવી જોઈએ તે જરૂરી નથી.
- વાંચો રથયાત્રાને લગતા તમામ સમાચાર
Jagannath Rath Yatra 2021: ભગવાન જગન્નાથની રથયાત્રાનો સંપૂર્ણ પ્લાન તૈયાર
જગતનો નાથ સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે નગરચર્યા કરવા
ભગવાન જગન્નાથના મોસાળમાં ભંડારો ન રાખતા મોસાળિયા નિરાશ
રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા રૂટ પર રિહર્સલ કરાયું
રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં 139 કોવિડ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા
ભગવાન જગન્નાથ કોરોના હણે તે માટે Mask અને સેનેટાઈઝરની કરાઈ આંગી
જગન્નાથ ભગવાનનો ઉજવાયો નેત્રોત્સવ
Jai Jagannath: ભગવાન જગન્નાથના મોટા ભાઇ બલભદ્રના રથનું નામ તાલધ્વજ, જાણો રોચક તથ્ય