ETV Bharat / city

144th Jagannath Rathyatra: વેક્સિન લીધેલા 120 ખલાસીઓ જ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચી શકશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144th Rathyatra of Lord Jagannathji)ને ધ્યાનમાં રાખી તમામ પ્રકારની તૈયારી થઈ ગઈ છે. ત્યારે ગાંધીનગરમાં પણ રથયાત્રા (Rathyatra) અંગે સરકારની બેઠક ચાલી રહી છે. ભગવાન જગન્નાથજીના મંદિરને પણ શણગારી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ મંદિર તંત્ર દ્વારા રથયાત્રા અંગેની કરવામાં આવેલી તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આ વખતે 120 ખલાસીઓ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચશે. જોકે, આ વખતે જે ખલાસીએ કોરોનાની વેક્સિન લીધી હશે. તેવા જ ખલાસી જગન્નાથજીનો રથ ખેંચી શકશે. આ વખતે ત્રણેય રથ પર 40-40 ખલાસીઓ મુજબ 120 ખલાસીઓનું લિસ્ટ મંદિર ટ્રસ્ટને (Temple Trust) આપવામાં આવ્યું છે.ત

144th Jagannath Rathyatra: વેક્સિન લીધેલા 120 ખલાસીઓ જ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચી શકશે
144th Jagannath Rathyatra: વેક્સિન લીધેલા 120 ખલાસીઓ જ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચી શકશે
author img

By

Published : Jul 7, 2021, 5:08 PM IST

  • ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144th Rathyatra of Lord Jagannathji) અંગેની તૈયારી પૂર્ણતાના આરે
  • આ વખતની રથયાત્રા (Rathyatra)માં 120 ખલાસીઓ ભાગ લેશે
  • આ વખતે કોરોનાની વેક્સિન (Corona Vaccine) લીધેલા ખલાસીઓ જ જગન્નાથજીનો રથ ખેંચી શકશે
  • સરકારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા (144th Rathyatra of Lord Jagannathji) અંગે કોઈ ગાઈડલાઈન કે સૂચના આપી નથી

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144th Rathyatra of Lord Jagannathji)ને લઈને ગાંધીનગરમાં સરકારની બેઠક ચાલી રહી છે. ત્યારે બીજી તરફ મંદિર તંત્ર (Temple Trust) દ્વારા રથયાત્રા નીકળવાની લઈને તમામ પ્રકારની તૈયારીઓ પણ પૂર્ણતાના આરે છે. આ અંતર્ગત રથનું સમારકામ થઈ ચૂક્યું છે. પ્રસાદી માટેનો સામાન પણ આવી ગયો છે. મંદિરને રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે. પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (Police and Rapid Action Force) પણ રથયાત્રા રૂટ ઉપર પેટ્રોલિંગ કરી રહી છે. આજે વહેલી સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

સરકારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે કોઈ ગાઈડલાઈન કે સૂચના આપી નથી

આ પણ વાંચોઃ Rathyatra 2021: ભક્તિમાં ઇમ્યુનિટીની ઉણપ, રથયાત્રા નીકળશે કે કેમ !

ત્રણ રથ પર 40-40 ખલાસીઓ મુજબ 120 ખલાસીનું લિસ્ટ મંદિર ટ્રસ્ટને અપાયું

રથયાત્રાને (Rathyatra) લઈને ખલાસીઓ દ્વારા ત્રણેય રથો પર 40-40 ખલાસીઓના મુજબ 120 ખલાસીઓનું લિસ્ટ પણ મંદિર ટ્રસ્ટ (Temple Trust)ને આપવામાં આવ્યું છે. દર વર્ષે 150થી વધુ ખલાસીઓ દ્વારા ભગવાનના રથોને નગરચર્યાએ લઈ જવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે માત્ર 120 ખલાસીઓના જ નામ આપવામાં આવ્યા છે. જોકે, આ તમામ ખલાસીઓએ કોરોનાની વેક્સિન લીધી હશે તો જ તેઓ રથ ખેંચી શકશે. આખરે નિર્ણય મંદિર તંત્ર (Temple Trust) કરશે કે કેટલા ખલાસીઓ દ્વારા રથોને ચલાવવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં જગન્નાથજીનું મામેરું ભરાયું, ભગવાનને આભૂષણો અર્પણ કરાયા, ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો

કોવિડ ટેસ્ટને લઈને હજી સુધી કોઈ સ્પષ્ટતા નહીં

ખલાસીના આગેવાન કૌશલ ખલાસે જણાવ્યું હતું કે, 120 ખલાસીઓના નામ સાથેનું લિસ્ટ આપવામાં આવ્યું છે. તમામ ખલાસીઓ રથો ખેંચવા માટે ફિટ છે અને વેક્સિન પણ લીધેલી છે. જો રાજ્ય સરકાર મંજૂરી આપે તો રથયાત્રા ત્રણેય રથો પર જ યોજાશે. તેમ જ જમાલપુરથી સરસપુર થઈ નીજ મંદિર દર વર્ષે લાગતા સમય કરતાં ખૂબ જ વહેલા આવી શકાય તેવો પ્રયત્ન કરવાનો વિશ્વાસ કરી રહ્યા છે. જોકે, કોવિડ ટેસ્ટ (Covid Test)ને લઈને કોઈ સૂચન નથી.

ટ્રેકટર દ્વારા રથને ખેંચી શકાય નહીં

ખલાસીઓના આગેવાન કૌશલ ખલાસે જણાવ્યું હતું કે, પોલીસે રથને ટ્રેક્ટર દ્વારા ખેંચીને રથયાત્રા (Rathyatra) પૂર્ણ કરવાનું સૂચન કર્યું હતું. જોકે, ખલસીઓએ આ સૂચન ફગાવી દીધું છે. આમ, કરવાથી રથને નુકસાન થવાની પણ શક્યતા છે અને પરંપરા પણ તૂટી જાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.