BRTSની જેમ AMTS દ્વારા પણ અકસ્માત સર્જી લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. મોટાભાગની બસો કોન્ટ્રાક્ટ બેઝ છે અને ડ્રાઈવરોને તાલીમ આપી ન હોવાથી આ સમસ્યા વિકટ બની છે. AMTS તંત્રએ ડ્રાઈવરોને તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે.
મંગળવારે મળેલી મિટિંગમાં ડ્રાઈવરોને તાલીમ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. AMTS દ્વારા પોતાના અને ખાનગી ડ્રાઈવરો મળી કુલ 1400 ડ્રાઈવરોને તાલીમ આપવામાં આવશે. આ તાલીમ ત્રણથી ચાર કલાકની રહેશે અને 12થી 15 દિવસની હશે. આ તાલીમમાં ટ્રાફિક એક્સપર્ટ, આરટીઓ ટ્રાફિક પોલીસ અને AMCના સહભાગે ડ્રાઈવરોને તાલીમ આપવામાં આવશે.