- કોરોનાનો કહેર યથાવત
- ફાયર વિભાગ પણ કોરોનાની ઝપેટમાં
- 6 ઓફિસર સહિત 11 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
અમદાવાદઃ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે શહેરમાં ફાયર વિભાગના કર્મચારીઓ પણ કરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. શહેરના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સહિત 6 ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી મણિનગર વિસ્તારમાં ફાયર સ્ટેશનના ઓફિસરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ ફાયર કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ નવસારીમાં શાળા બાદ બીએડ કોલેજના 2 પ્રાધ્યાપકો કોરોના પોઝિટિવ