ETV Bharat / city

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર 5માંથી 1 મોત કોવિડ-19ના કારણે થાય છે

author img

By

Published : May 30, 2020, 4:33 PM IST

અમદાવાદમાં દરરોજ આશરે 250 જેટલા નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ સિવિલમાં માર્ચથી 20 મે સુધીમાં દર 5 મૃત્યુ પૈકી 1 દર્દીઓનું કોરોનાને કારણે મૃત્યુ થતું હોવાનું સામે આવ્યું છે.

1 out of every 5 deaths in Ahmedabad Civil Hospital is due to corona
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર 5માંથી 1 મોત કોરોના કારણે થાય છે

અમદાવાદ: અમદાવાદમાં દરરોજ આશરે 250 જેટલા નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ સિવિલમાં માર્ચથી 20 મે સુધીમાં દર 5 મૃત્યુ પૈકી 1 દર્દીઓનું કોરોનાને કારણે મૃત્યુ થતું હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત હાઈકોર્ટે 22 મેના રોજ આપેલા આદેશમાં એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી થતા મોત અને ચાલતી લાલીયાવાડીને લીધે તેને કાળકોઠરી સાથે સરખાવી હતી. નોંધનીય છે કે, કોરોના આગમનથી લઈને 20 મે 2020 સુધીના સમયગાળામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલો કોવિડ-19 હોસ્પિટલમાં કોરોનાથી કુલ 351 દર્દીઓના મોત નીપજ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માર્ચ, એપ્રિલ અને 20 મે સુધીમાં કુલ 1757 દર્દીઓના મોત થયાં છે. જે પૈકી આ સમયગાળામાં કોરોનાથી 351 દર્દીઓના મોત થયા છે. જે દર 5 મોતમાંથી એક મોત કોરોના કારણે થયું હોવાનું સામે આવે છે. જો કે, હવે સ્થિતિમાં સુધાર થયો હોવાનનો રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા કુલ મોતનું જો વિશ્લેષણ કરવામાં આવે તો માલૂમ થાય છે કે માર્ચ, એપ્રિલ અને 20 મે સુધીમાં હોસ્પિટલમાં થયેલી કુલ મોતના લગભગ 20 ટકા કોરોનાથી થયા છે. રાજ્યમાં 29 મે સુધીમાં કુલ 980 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.

કોરોના મહામારી સામે જંગ લડવા વહીવટીતંત્ર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડની કોવિડ-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જો કે, હોસ્પિટલમાં કથળતા સ્વાસ્થ સાથે આવનાર દર્દીઓ માટે માત્ર 180 વેન્ટિલેટર ઉપલબ્ધ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યમાં થતી મોત માટે પ્રાથમિક વેન્ટિલેટર ધમણ-1ને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. 26 મે ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા અને તેમની પાર્ટીના ધારાસભ્યો સિવિલના સુપ્રીટેનડેટ એમ.એમ પ્રભાકરની એપોઇન્ટમેન્ટ લીધી હોવા છતાં તેમની સાથે મુલાકાત કરી નથી. કોંગ્રેસનો આક્ષેપ છે કે 04 એપ્રિલથી 15 મે સુધીમાં કેટલા દર્દીઓની સારવારમાં ધમણ-1નો ઉપયોગ કરાયો છે તેની વિગતો વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વેન્ટિલેટર ધમણ-1નો ઉપયોગ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે, જરૂર પડશે તો ઉપયોગ કરી શકાય છે. કોંગ્રેસ ગુજરાતમાં કોરોના ફેલાવવા પાછળ મોદી-ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જવાબદાર માની રહી છે અને આ મુદ્દે ટૂંક સમયમાં હાઈકોર્ટમાં રિટ દાખલ કરશે.

કોરોના મૂળ ફેફસાં સબંધિત બીમારી છે અને તેના મૂળ સ્પેશ્યાલિસ્ટને પલ્મોનોલોજીસ્ટ કહેવામાં આવે છે. 1200 બેડની અમદાવાદ સિવિલ કોવિડ હોસ્પિટલમાં માત્ર 5 પલ્મોનોલોજીસ્ટ અને ખાનગી હોસ્પિટલમાંથી બોલાવવામાં આવતા 20 જેટલા પલ્મોનોજીસ્ટ આમ કુલ 25 પલ્મોનોલોજીસ્ટ કાર્યરત છે. જે દર 2-3 દર કલાકમાં દર્દીઓની સારવાર માટે વોર્ડમાં રાઉન્ડ મારે છે. કોવિડ હોસ્પિટલમાં કુલ 25 વોર્ડ આવેલા છે અને દરેક વોર્ડમાં દર્દીઓના બેડ વચ્ચે 6 ફૂટ ગેપની વ્યવસ્થા કરાઈ છે. દર્દીઓને સિલ્વર સ્ટાર હોટલમાંથી દિવસમાં 8 વાર સપ્લીમેન્ટ આપવામાં આવતો હોવાનો સરકારે દાવો કર્યો છે.

અમદાવાદમાં 11 કન્ટેનમેન્ટ વિસ્તાર બહાર પણ જે રીતે કેસ વધી રહ્યા છે, ખાસ કરીને અમદાવાદમાં ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં ત્યાં સ્થિતિ હવે વધુ વિકટ બનતી જાય છે. સૂત્રો દ્વારા મળતી પ્રમાણે લૉકડાઉન 5.0માં રાજ્ય સરકાર કેટલાક વિસ્તારોમાં હજી પણ રાહત આપી શકે છે, આવી સ્થિતિમાં કોરોના વધુ વધી શકે છે. કારણે કે સમગ્ર દેશ અને ગુજરાતમાં હજુ સુધી કોરોનાના કેસ ઘટ્યા નથી અને સરકાર દ્વારા રાહત આપવામાં આવી રહી છે. અન્ય દેશોમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ આવ્યા બાદ આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.