અમદાવાદ રાજ્યમાં એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ પર.
શાકભાજી સાથે કઠોળની સ્થિતિ રાજ્યમાં શાકભાજી સાથે કઠોળના ભાવમાં ધીમે ધીમે વધારો જતો જોવા મળે છે. સ્વાભાવિક છે કે, શિયાળાની શરૂઆતમાં મેથી, કોથમરી, કોબીજ સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. બીજી તરફ ખેડૂતોમાં પણ શિયાળામાં કેટલાક વિસ્તારમાં કઠોળનું વાવેતર કરતા જોવા મળ્યા હતા. ત્યારે આ વર્ષે મગફળીના ભાવ સારા મળતા ખેડૂત આલમમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે.