ETV Bharat / business

Vegetable Price: હોલસેલમાં શાકભાજીના ભાવ ઘટ્યા, લીંબુ રૂપિયા 80ના કિલો

આકરી ગરમીની સીઝન શરૂ થઈ ચૂકી છે. ઉનાળામાં સૌથી વધારે સાંજે જમવાની ઉપાધી થતી હોય છે. એવામાં લીલા શાકભાજીની આવકમાં પણ થોડો ઘટાડો થાય છે. પણ આ વખતે ઉનાળામાં હોલસેલ શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. કોબી, કાકડી, ભીંડા સહિતના શાકભાજીના ભાવમાં રૂપિયા 4થી 40 ઘટાડો નોંધાયો છે. જ્યારે લીંબુના ભાવ રૂપિયા 80 થયા છે.

Vegetable Price: હોલસેલમાં શાકભાજીના ભાવ ઘટ્યા, લીંબુ રૂપિયા 80ના કિલો
Vegetable Price: હોલસેલમાં શાકભાજીના ભાવ ઘટ્યા, લીંબુ રૂપિયા 80ના કિલો
author img

By

Published : Apr 17, 2023, 7:01 AM IST

અમદાવાદઃ ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે. આ વખતે લીલા શાકભાજીની આવકમાં વધારો થવાને કારણે ભાવને અસર થઈ છે. લીલા શાકભાજીમાં રૂપિયા 5થી 40 સુધીનો ઘટાડો થયો છે. હોલસેલ માર્કેટમાં મરચાનો ભાવ રૂપિયા 10, ફુદિનો રૂપિયા 12, કોથમરી 9 રૂપિયા કિલો તરીકે વેચાઈ રહી છે. જ્યારે કોબી, કાકડી, ટામેટાં, ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના ભાવમાં રૂપિયા 20 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. વેપારીઓ કહે છે પહેલા શાકમાર્કેટમાં શાક આવે છે એ પછી હોલસેલ સુધી જાય છે. સવારે જ્યારે જથ્થાબંધ શાક લેનારાઓ આવે છે ત્યારે મોટી માત્રામાં શાક વેચાય છે. એ સમયે છૂટકની વેચાવલી ઓછી હોય છે. પણ સ્ટોક મોટી માત્રાનો હોય છે.

આ પણ વાંચોઃ GST Commodities Review:ગેસ, તેલ અને ટુથપેસ્ટ જેવી વસ્તુઓ સસ્તી થવાના એંધાણ

વેપારીઓનો મતઃ અમદાવાદ શાકમાર્કેટના વેપારીઓ કહે છે કે, અમદાવાદમાં મોડી રાત્રે શાકભાજીના ટ્રક આવે છે. પહેલા જમાલપુર માર્કેટમાં આવે છે એ પછી બીજે રીટેઈલ સુધી જાય છે. અહીં મોટી માત્રામાં શાકભાજીનો સ્ટોક ઊતરે છે. આ વખતે શાકભાજીની આવક ઘણી સારી છે. જેના કારણે ભાવને અસર થઈ છે. અત્યારે ભાવમાં મોટો ઘટાડો છે. આ શાકભાજી સેમી હોલસેલ માર્કેટ કાલુપુર તથા રાજનગર માર્કેટ સુધી જાય છે. પહેલા એક જ જગ્યાએથી શાકભાજી વેચાતું અત્યારે ચાર જગ્યાઓ પરથી મોટી સંખ્યામાં શાકભાજી વેચાઈ રહ્યું છે. હોલસેલ માર્કેટમાંથી ફેરિયાઓ શાક જુદા જુદા વિસ્તાર સુધી વેચવા માટે લઈ જતા હોય છે.

ડબલ કેમ થાય છે? હોલસેલ માર્કેટમાં તો શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. પણ જુદા જુદા વિસ્તાર સુધી પહોંચતા શાકના ભાવમાં વધારો થાય છે. જેના કારણે શાકભાજીના ભાવ ડબલ થાય છે. મરચાના ભાવ અત્યારે ઓછા છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારની માર્કેટમાં ભાવ વધારે લેવાઈ રહ્યા છે. ગેસ સિલિન્ડર તથા ઘઉંના લોટના ભાવમાં વધારો થવાને કારણે હાથ બનાવટ તથા ગૃહ ઉદ્યોગની બનાવટમાં વધારો જોવા મળ્યો છે. કિલોએ રૂપિયા 30નો વધારો થતા નાસ્તાના ભાવને અસર થઈ છે. મશીનથી તૈયાર થતા નાસ્તામાં પણ રૂપિયા 20નો સીધો ભાવ વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ Electronics Exports : ભારતની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ ₹1,85,000 કરોડને પાર, મોબાઈલ નિકાસનો આટલો હિસ્સો રહ્યો

નવા ભાવઃ તુવેર 35 રૂપિયા કિલો, મેથી 25 રૂપિયા કિલો, લીલી ડુંગળી 20 રૂપિયા કિલો, ગાજર 25 રૂપિયા કિલો, લીલુ લસણ 60 રૂપિયા કિલો, તુરિયા 40 રૂપિયા કિલો, ચોળી 70 રૂપિયા કિલો, પાલક 25 રૂપિયા કિલો, ગવાર 50 રૂપિયા કિલો, સીમલા મરચા 40 રૂપિયા કિલો, સરગવો 60 રૂપિયા કિલો, ટામેટાં 20 રૂપિયા કિલો, ટીંડોળા 50 રૂપિયા કિલો, રવૈયા 35 રૂપિયા કિલો, પરવર 70 રૂપિયા કિલો, દેશી મરચા 40 રૂપિયા કિલો, લીંબુ 140 રૂપિયા કિલો, ફણસી 70 રૂપિયા કિલો, દૂધી 30 રૂપિયા કિલો, ડુંગળી 20 રૂપિયા કિલો, દેશી કાકડી 50 રૂપિયા કિલો, બીટ 40 રૂપિયા કિલો, ભીંડા 50 રૂપિયા કિલો, આદું 30 રૂપિયા કિલો, બટેટા 20 રૂપિયા કિલો, કોબી 20 રૂપિયા કિલો, કોથમરી 50 રૂપિયા કિલો, ફુદિનો 40 રૂપિયા કિલો રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.