નવી દિલ્હી: NPCI એ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI દ્વારા પેમેન્ટ કરનારાઓને મોટો ઝટકો આપ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ 24 માર્ચ, 2023 ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જે મુજબ, નવા નાણાકીય વર્ષની 1 એપ્રિલથી, UPI દ્વારા 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો માટે 1.1 ટકા PPI ચાર્જ ચૂકવવો પડશે.
NPCI એ એક પરિપત્ર જારી કર્યોઃ વિશ્વ ડિજિટલ બનતા હવે મોટાભાગના લોકો ઓનલાઈન પેમેન્ટ એટલે કે, મોબાઈલ પેમેન્ટને મહત્વ આપે છે. દરેક નાની-મોટી દુકાનમાં તેની હાજરી તેને વધુ લોકપ્રિય બનાવે છે. પરંતુ 1 એપ્રિલથી યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પેમેન્ટ કરવા પર તમારે તમારું ખિસ્સું વધુ ઢીલું કરવું પડશે. NPCI એ એક પરિપત્ર જારી કર્યો છે જેમાં UPI દ્વારા રૂ. 2,000 થી વધુના વ્યવહારો પર 1.1% પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લાદવાનું સૂચન કર્યું છે.
આ પણ વાંચોઃ EPFO: કર્મચારીઓને મળતા પ્રોવિડેન્ટ ફંડ પર વ્યાજદરોમાં વધારો, જાણો કોને થશે ફાયદો
કેટલી ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડશેઃ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NPCIના સર્ક્યુલરમાં 2,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર જ આ ઇન્ટરચેન્જ ચાર્જ કરવામાં આવશે. જે 2,000 રૂપિયાથી વધુની રકમ (ટ્રાન્ઝેક્શન)ના કુલ 1.1 ટકા હશે. એ નોંધવું જોઈએ કે NPCI એ વિવિધ પ્રદેશો માટે અલગ અલગ ઇન્ટરચેન્જ ફી નક્કી કરી છે. આ ચાર્જ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન એટલે કે વેપારીઓને પેમેન્ટ કરતા યુઝર્સને ચૂકવવો પડશે.
કોને ફી ભરવાની રહેશે નહીંઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના પરિપત્ર અનુસાર પીઅર-ટુ-પીઅર (P2P) અને પીઅર-ટુ-પીઅર મર્ચન્ટ (P2PM) માં બેંક એકાઉન્ટ અને PPI વૉલેટ વચ્ચે કોઈપણ પ્રકારની લેવડદેવડ માટે કોને ઇન્ટરચેન્જ ફી ચૂકવવાની રહેશે નહીં. કોઈ ફી ભરવાની રહેશે નહીં. આ નવો નિયમ નવા નાણાકીય વર્ષ 1લી એપ્રિલથી લાગુ કરવામાં આવશે.