ETV Bharat / business

CNG-PNG Price Cut: ટોરેન્ટ ગેસે લોકોને આપી રાહત, 7 રાજ્યોમાં CNG-PNGના ભાવમાં થયો ઘટાડો

author img

By

Published : Apr 9, 2023, 3:07 PM IST

ટોરેન્ટ ગેસે સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો કરીને લોકોને રાહત આપી છે. 8 એપ્રિલથી દેશના 7 રાજ્યોના 34 જિલ્લાઓમાં આ કિંમતમાં ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે.

CNG-PNG Price Cut: ટોરેન્ટ ગેસે લોકોને આપી રાહત, 7 રાજ્યોમાં CNG-PNGના ભાવમાં થયો ઘટાડો
CNG-PNG Price Cut: ટોરેન્ટ ગેસે લોકોને આપી રાહત, 7 રાજ્યોમાં CNG-PNGના ભાવમાં થયો ઘટાડો

નવી દિલ્હી: શહેરી ગેસ વિતરક ટોરેન્ટ ગેસ પણ CNG અને PNGના ભાવમાં લોકોને રાહત આપવા જઈ રહી છે. નેચરલ ગેસના બેઝ પ્રાઈસમાં ઘટાડો કરવાના નિર્ણય બાદ કંપનીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 8.25 અને પાઈપવાળા રસોઈ ગેસના ભાવમાં રૂ.5નો ઘટાડો કર્યો છે. આ કપાત શનિવાર સાંજથી એટલે કે 8 એપ્રિલ 2023થી અમલમાં આવી છે.

આ પણ વાંચોઃ PM Mudra Loan: PM મુદ્રા યોજનાને 8 વર્ષ પૂર્ણ, અત્યાર સુધી 40 કરોડથી વધુ લોકોને અપાઈ લોન

CNG અને PNGના ભાવ ક્યાં ઘટ્યાઃ ટોરેન્ટ ગેસ પ્રાઇવેટ લિમિટેડ પાસે દેશના 7 રાજ્યોના કુલ 34 જિલ્લાઓમાં CNG અને PNG સપ્લાય કરવા માટેનું લાઇસન્સ છે. જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે. આ કપાત આ તમામ રાજ્યો અને જિલ્લાઓમાં લાગુ થશે. કંપની પાસે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના સપ્લાય અને મોટર વાહનોને CNGના છૂટક વેચાણ માટે સિટી ગેસ નેટવર્ક ચલાવવાનું લાઇસન્સ છે.

સીએનજી અને પીએનજી કેટલું સસ્તું: ટોરેન્ટ ગેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "સાંજથી તેના ઓપરેશનલ વિસ્તારોમાં સ્થાનિક પીએનજીની કિંમત સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (એસસીએમ) દીઠ રૂ. 4 થી ઘટાડીને રૂ. 5 પ્રતિ એસસીએમ કરવામાં આવી રહી છે." જ્યારે સીએનજીની છૂટક કિંમતમાં 6 રૂપિયા પ્રતિ કિલોથી 8.25 રૂપિયા સુધીનો અસરકારક ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ CNG પેટ્રોલ કરતાં 47 ટકા અને ડીઝલ કરતાં 31 ટકા સસ્તું થશે. તેવી જ રીતે, સ્થાનિક PNGની સરખામણીમાં હવે સ્થાનિક PNG 28 ટકા સસ્તું થશે.

આ પણ વાંચોઃ Reliance Ice Cream : 20,000 કરોડના માર્કેટ પર નજર, રિલાયન્સ માર્કેટમાં આઈસ્ક્રીમ લાવવાની તૈયારીમાં

કોણે કર્યો CNG-PNGના ભાવમાં ઘટાડો: સરકારે એક દિવસ અગાઉ કુદરતી ગેસની કિંમત નક્કી કરવા માટે એક નવી ફોર્મ્યુલા લાગુ કરી હતી. આ નિર્ણય બાદ તમામ શહેરોમાં ગેસ સપ્લાય કરતી કંપનીઓએ CNG અને PNGની કિંમતો ઘટાડવાની શરૂઆત કરી દીધી છે. આ યાદીમાં મહાનગર ગેસ લિમિટેડ, અદાણી ટોટલ ગેસ અને ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડનો સમાવેશ થાય છે. નોંધપાત્ર વાત એ છે કે, કિરીટ પરીખની આગેવાની હેઠળની સમિતિ દ્વારા CNG-PNGના ભાવ નક્કી કરવા માટેની નવી ફોર્મ્યુલા સૂચવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.