ETV Bharat / business

TATA Motor New Car: જોરદાર ફીચર્સ સાથે નવા બે વેરિયંટ લૉંચ, તમામ કંટ્રોલ ટચ સ્ક્રિન પર - Altroz XM S

Tata Motors એ તેની પાવરફુલ હેચબેક કાર Altroz ​​ના 2 નવા વેરિઅન્ટ આજે લોન્ચ કર્યા છે. સ્ટિયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ, પ્રીમિયમ લુક ધરાવતું ડેશબોર્ડ અને ઇલેક્ટ્રિક સનરૂફની સુવિધા સાથે આ કારની કિંમત પણ ઘણી સારી છે. Tata Motors અત્યાધુનિક ફીચર્સ સાથે નવી ગાડીઓએ બજારમાં ગરમી વધારી દીધી છે. આ કાર દેશની સસ્તી પ્રીમિયમ હેચબેક કાર સાબિત થઈ શકે છે.

TATA Motor New Car
TATA Motor New Car
author img

By

Published : Jul 22, 2023, 12:56 PM IST

મુંબઈ : દેશની અગ્રણી ઓટો મેન્યુફેક્ચરિંગ કંપની Tata Motors એ તેની પાવરફુલ હેચબેક કાર Altroz ના 2 નવા વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. આજે કંપનીએ આ બંને વેરિઅન્ટના નામ અને કિંમતની જાહેરાત કરી છે. Tata Motors એ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ અંગે માહિતી આપી હતી. Tata Motors એ Altroz ​​પોર્ટફોલિયોમાં XM અને XM(S) વેરિઅન્ટ લોન્ચ કર્યા છે.

TATA Motor New Car : Tata Altroz
TATA Motor New Car : Tata Altroz

પ્રીમિયમ કારઃ આ બંને વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 6.90 લાખ અને રૂ. 7.35 લાખ છે. Tata Motors એ માહિતી આપી હતી કે, Altroz ​​XM(S)માં ઇલેક્ટ્રિક સનરૂફનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે. ઉલ્લેખનિય છે કે, આ નવા વેરિઅન્ટની કિંમત જોતા આ કાર દેશની સસ્તી પ્રીમિયમ હેચબેક કાર સાબિત થઈ શકે છે.

દમદાર એન્જિન : Altroz ના 2 નવા વેરિઅન્ટ Altroz ​​XM અને XM(S) વેરિઅન્ટ Altroz ​​XE અને XM+ વચ્ચે રાખવામાં આવશે. જેમાં અન્ય કારની કિંમત સામે ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ હશે. ઉલ્લેખનિય છે કે, આ બંને વેરિઅન્ટમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 1.2 લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન ઉપલબ્ધ હશે. Altroz ​​XM વેરિઅન્ટમાં હાઈ અને પાવરફુલ ફીચર્સ આપવામાં આવ્યા છે.

TATA Motor New Car : Tata Altroz
TATA Motor New Car : Tata Altroz

પ્રીમિયમ ફિચર : Tata Motors દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આપ Tata Altroz ​​XM માં સ્ટિયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ, ડ્રાઈવર સીટ હાઈટ એડજસ્ટર, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVM, R16 ફુલ વ્હીલ કવર્સ અને પ્રીમિયમ લુક ધરાવતું ડેશબોર્ડનો અનુભવ કરી શકશો. ઉપરાંત આ વેરિએન્ટમાં ઇલેક્ટ્રિક સનરૂફની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રાહકો ટાટા મોટર્સ એસેસરીઝ કેટેલોગમાંથી તેમની પસંદગીની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ મેળવી શકે છે.

પાવર વિન્ડોઃ કંપનીએ વધુમાં જણાવ્યું કે, હવે Altroz ​​માં 4 પાવર વિન્ડો અને રિમોટ કી લેસ એન્ટ્રી પણ ઉપલબ્ધ થશે. કારના તમામ મેન્યુઅલ પેટ્રોલ વેરિઅન્ટમાં આ ફીચર સ્ટાન્ડર્ડ ફીચર તરીકે મળશે. આ ઉપરાંત 9 ઈંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમની સુવિધા પણ ઉપલબ્ધ હશે.

સ્પર્ધા વધશે : ભારતીય બજારમાં અન્ય કંપનીઓને ટક્કર આપવા Tata Motors અત્યાધુનિક ફીચર્સ સાથે નવી ગાડી લોન્ચ કરી રહી છે. તેવામાં હવે ટાટા મોટર્સે Altroz ​​ના 2 નવા વેરિયન્ટ નવા ફીચર્સ સાથે લોન્ચ થયા છે. આ નવા વેરિઅન્ટની કિંમત જોતા આ કાર દેશની સસ્તી પ્રીમિયમ હેચબેક કાર સાબિત થઈ શકે છે.

  1. Go First: યાત્રી કૃપયા ધ્યાન દે....ગો એર ગગનવિહાર કરવા માટે તૈયાર, મળી ગઈ મંજૂરી
  2. PM Modi UAE Visit: ભારત-UAE વચ્ચે સ્થાનિક ચલણમાં થશે લેવડ-દેવળ, RBIએ કર્યા કરાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.