મુંબઈ : ચાલુ સપ્તાહના છેલ્લા દિવસે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 76 અને 44 પોઈન્ટના ડાઉન ખુલ્યા હતા. ત્યારબાદ દિવસ દરમિયાન તેજીના વલણને જાળવી રાખી શેરમાર્કેટમાં ખૂબ સારી રિકવરી આવી છે. BSE Sensex 72 પોઈન્ટ સુધારા સાથે 64,904 ના મથાળે બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈનડેક્સ પણ લગભગ 90 પોઇન્ટ વધીને 19,425 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, ચાલુ અઠવાડિયામાં બંને ઇન્ડેક્સમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. દિવાળીના તહેવારને લઈને રોકાણકારો સાવચેતીથી રોકાણ કરી રહ્યા હોવાનો અંદાજ છે.
BSE Sensex : આજે 10 નવેમ્બર શુક્રવારના રોજ BSE Sensex 76 પોઇન્ટ ઘટીને 64,756 પર શરુઆત કરી હતી. જોકે બાદમાં દિવસ દરમિયાન તેજીના વલણને જાળવી રાખી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 72 પોઇન્ટ વધીને 64,904 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. શરુઆતી કારોબારમાં BSE Sensex 64,580 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. પરંતુ ત્યારબાદ જોરદાર લેવાલીના પગલે 434 પોઈન્ટની રિકવરી સાથે 65,014 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex 143 પોઇન્ટ ઘટીને 64,832 ના મથાળે બંધ રહ્યો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 30 પોઇન્ટ વધીને 19,425 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 44 પોઇન્ટ ઘટીને 19,351 પોઈન્ટ પર ડાઉન ખુલ્યો હતો. શરૂઆતમાં ઈન્ડેક્સ 19,329 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ 122 પોઈન્ટની રિકવરી નોંધાવીને 19,451 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ગતરોજ Nifty NSE Nifty 19,395 પોઈન્ટ પર 48 પોઇન્ટ ઘટીને સપાટ બંધ થયો હતો.
ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં એનટીપીસી (2.12 %), ટેક મહિન્દ્રા (1.27 %), અલ્ટ્રાટેક સિમેન્ટ (1.05 %), JSW સ્ટીલ (0.83 %) અને બજાજ ફિનસર્વ (0.75 %)નો સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં એમ એન્ડ એમ (-1.86 %), HCL ટેક (-1.13 %), ટાઇટન કંપની (-0.86 %), ઇન્ડસઇન્ડ બેંક (-0.60 %) અને નેસ્લે (-0.48 %)નો સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1111 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1003 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં રિલાયન્સ, HDFC બેંક, ટીસીએસ અને ICICI બેંકના સ્ટોક રહ્યા હતા. જ્યારે Nifty IT 78 પોઇન્ટ ઘટીને 30,639 ના મથાળે બંધ રહ્યો હતો.