અમદાવાદ વૈશ્વિક શેરબજાર તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 68.5 પોઈન્ટ (0.11 ટકા)ના વધારા સાથે 60,174ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 7 પોઈન્ટના વધારા સાથે 17,902ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.
આ પણ વાંચો Vegetables Pulses Price શાકભાજીના ભાવમાં સામાન્ય વધારો
વૈશ્વિક બજારની સ્થિતિ એશિયન માર્કેટમાં આજે મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 45.50 પોઈન્ટના ઉછાળા સાથે 17,995ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સ 8.12 પોઈન્ટના ઘટાડા સાથે 3,263.39ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. ઉપરાંત કોસ્પીમાં 8.05ના વધારા સાથે 2,367.58ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 7.13 પોઈન્ટના ઘટાડા સાથે 3,154.71ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આજે આ સ્ટોક્સ પર રહેશે નજર હિન્દુસ્તાન યુનિલિવર, સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા, રૂટ મોબાઈલ, એન્ટની વેસ્ટ હેન્ડલિંગ, સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયા, કે એન્ડ આર રેલ એન્જિનિયરિંગ, બિલકેર.