અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ નબળી જ થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 162.62 પોઈન્ટ (0.28 ટકા)ના ઘટાડા સાથે 57,828.49ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 15.05 પોઈન્ટ (0.09 ટકા) તૂટીને 17,256.45ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.
આ સ્ટોક્સમાં ચર્ચા રહેશે તાતા કન્સલ્ટન્સી સર્વિસીઝ (Tata Consultancy Services), જેટીએલ ઇન્ફ્રા (JTL Infra), રેટગેઈન ટ્રાવેલ ટેકનોલોજીઝ (Rategain Travel Technologies), પેનસિઆ બાયોટેક (Panacea Biotec), ઈન્ડિયા સિમેન્ટ્સ (India Cements), ત્રિવેણી ટર્બાઈન (Triveni Turbine), જેએમસી પ્રોજેક્ટ્સ (JMC Projects).
વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં (World Stock Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 90 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 2.34ના ઘટાડા સાથે 26,480.97ની આસપાસ વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.08 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ તાઈવાનનું બજાર 3.69 ટકાના ઘટાડા સાથે 13,197.26ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.38 ટકાના ઘટાડા સાથે 16,979.66ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 2.35 ટકાનો ઘટાડો જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.15 ટકા વધારા સાથે 2,978.75ના સ્તર પર જોવા મળી રહ્યો છે.