અમદાવાદ સપ્તાહના પહેલા જ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર ઉછાળા (Stock Market India) સાથે બંધ થયું છે. આ સાથે જ આખો દિવસ શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 442.65 પોઈન્ટ (0.75 ટકા)ના વધારા સાથે 59,245.98ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 126.35 પોઈન્ટ (0.72 ટકા)ના ઉછાળા સાથે 17,665.80ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 59,000ની સપાટીને પાર કરવામાં (Stock market India news) સફળ રહ્યો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ હિન્દલ્કો (Hindalco) 3.63 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 3.11 ટકા, આઈટીસી (ITC) 1.79 ટકા, સન ફાર્મા (Sun Pharma) 1.71 ટકા, એનટીપીસી (NTPC) 1.73 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ બજાજ ઑટો (Bajaj Auto) - 1.85 ટકા, નેશલે (Nestle) -1.53 ટકા, બ્રિટેનિયા (Britannia) -1.13 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -0.76 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UntraTech Cement) -0.74 ટકા.