અમદાવાદ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Stock Market India) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 17.15 પોઈન્ટ (0.03 ટકા)ના ઘટાડા સાથે 60,910.28ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 9.80 પોઈન્ટ (0.05 ટકા)ની મંદી સાથે 18,122.50ના સ્તર પર બંધ થયો છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ ટાઈટન કંપની (Titan Company) 3.02 ટકા, એમ એન્ડ એમ (M&M) 1.57 ટકા, પાવર ગ્રિડ કોર્પ (Power Grid Corp) 1.55 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 1.32 ટકા, યુપીએલ (UPL) 0.92 ટકા.
આ પણ વાંચો લોનના ઊંચા વ્યાજદર તમારા બજેટને નુકસાન પહોંચાડી શકે છે, જાણો તેનાથી કેવી રીતે બચવું
સૌથી વધુ ગગડેલા શેર્સ ભારતી એરટેલ (Bharti Airtel) -1.40 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -1.20 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -1.14 ટકા, હિન્દલ્કો (Hindalco) -1.11 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) -0.96 ટકા.