અમદાવાદ સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં (Stock Market India) ભારે ઉથલપાથલ જોવા મળી હતી. ત્યારે આજે ભારતીય શેરબજાર બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 843.79 પોઈન્ટ (1.46 ટકા) તૂટીને 57,147.32ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 257.45 પોઈન્ટ (1.49 ટકા)ના ઘટાડા સાથે 16,983.55ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સતત બીજા દિવસે શેરબજારમાં (Stock Market India) મંદી જોવા મળતા રોકાણકારોમાં ચિંતા જોવા મળી હતી.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ એક્સિસ બેન્ક (Axis Bank) 0.90 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ (Adani Enterprise) 0.83 ટકા, એશિયન પેઇન્ટ્સ (Asian Paints) -0.52 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ ડિવાઈસ લેબ્સ (Divis Labs) -4.93 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -3.75 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક (IndusInd Bank) -3.71 ટકા, નેશલે (Nestle) -3.48 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -3.44 ટકા.