ETV Bharat / business

Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં તેજી પણ સેન્સેક્સ 61000ની નીચે પહોંચ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 113 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 64.45 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.

Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં તેજી પણ સેન્સેક્સ 61000ની નીચે પહોંચ્યો

author img

By

Published : Nov 4, 2022, 3:55 PM IST

અમદાવાદ સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 113 પોઈન્ટના ઉછાળા સાથે 60,950ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 64.45 પોઈન્ટ (0.36 ટકા)ના ઉછાળા સાથે 18,117.15ના સ્તર પર બંધ થયો છે. તો આજે શેરબજારમાં છેલ્લી 30 મિનીટમાં (Stock Market India) શોર્ટ કવરિંગ જોવા મળી હતી.

નિષ્ણાતના મતે ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના CMD દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે મિશ્ર માહોલ વચ્ચે નિફ્ટી 50એ હકારાત્મક વલણ જાળવી રાખ્યું હતું. તેણે 18,010ના તેના 5DEMA સ્તરે સપોર્ટ મેળવ્યો હતો. તે છેલ્લાં 5 સત્રોથી 18,000 પર બંધ આપી રહ્યો છે. 17,880 પર સાપ્તાહિક ગેપ સપોર્ટ વર્તામન તેજી જાળવી રાખવા માટે ઇન્ડેક્સ માટે મહત્વપૂર્ણ છે. આથી હવે 17,880ના સ્ટોપલોસ સાથે લોન્ગ પોઝીશન જાળવવી જોઈએ અને 18,300-18,460 ઝોન તરફ આગળ વધવા માટે 18,200થી ઉપર બંધ થઈ જાય તે પછી સ્ટોપલોસને 18,020 પર લઈ જવો જોઈએ.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterpris) 6.76 ટકા, હિન્દલ્કો (Hindalco) 4.92 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finaserv) 4.48 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 3.48 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 3.17 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ હીરો મોટોકોર્પ (Hero Motocorp) -2.17 ટકા, ડો રેડ્ડીઝ લેબ્સ (Dr Reddys Labs) -1.41 ટકા, સિપ્લા (Cipla) -1.46 ટકા, એચયુએલ (HUL) -1.02 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -0.93 ટકા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.