અમદાવાદ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 146.59 પોઈન્ટ (0.25 ટકા)ના વધારા સાથે 59,107.19ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 25.30 પોઈન્ટ (0.14 ટકા)ના સામાન્ય વધારા સાથે 17,512.25ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 60,000ની નજીક પહોંચી (Stock Market India News) ગયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ એચડીએફસી (HDFC) 2.15 ટકા, નેશલે (Nestle) 1.81 ટકા, આઈટીસી (ITC) 1.78 ટકા, રિલાયન્સ (Reliance) 1.74 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 1.65 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ એનટીપીસી (NTPC) - 1.74 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -1.70 ટકા, એસબીઆઈ (SBI) -1.61 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -1.59 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) -1.45 ટકા.