અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 600.42 પોઈન્ટ (0.99 ટકા)ના ઉછાળા સાથે 61,032.26ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 158.95 પોઈન્ટ (0.89 ટકા)ની તેજી સાથે 17,929.85ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચોઃ Home loan: હોમ લોન પર વધતા દેવાના બોજને કેવી રીતે દૂર કરશો, જાણો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ યુપીએલ 3.79 ટકા, આઈટીસી 3.27 ટકા, રિલાયન્સ 2.36 ટકા, અદાણી પોર્ટ્સ 2.06 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ 1.87 ટકા.
આ પણ વાંચોઃ Vegetables Pulses Price : શાકભાજી કઠોળના ભાવમાં થોડી હલચલ
સૌથી વધુ ગગડેલા શેર્સઃ આઈશર મોટર્સ -2.37 ટકા, એપોલો હોસ્પિટલ -2.06 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ 1.48 ટકા, બીપીસીએલ -1.12 ટકા, ગ્રેસિમ -1.08 ટકા.