અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 49.49 પોઈન્ટ (0.08 ટકા)ના વધારા સાથે 59,549.90ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 13.20 પોઈન્ટ (0.07 ટકા)ની તેજી સાથે 17,662.15ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો Budget 2023 Expectations: કેન્દ્રીય બજેટને લઈને વડોદરાવાસીઓને શું છે આશા-અપેક્ષાઓ?
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ એમ એન્ડ એમ 3.54 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.87 ટકા, એસબીઆઈ 2.84 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ 2.80 ટકા, અદાણી પોર્ટ્સ 2.62 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃ બજાજ ફાઈનાન્સ -2.25 ટકા, ટીસીએસ -2.18 ટકા, ટેક મહિન્દ્રા -2.04 ટકા, બ્રિટેનિયા -2.02 ટકા, સન ફાર્મા -1.64 ટકા.
જીડીપી ગ્રોથનું અનુમાનઃ નાણાકીય વર્ષ 2023-24માં ભારતની જીડીપીનો ગ્રોથ 5.6 ટકા રહેવાનું અનુમાન છે. આ ઉપરાંત આ જી20 દેશોમાં સૌથી તેજી સાથે વધનારી ઈકોનોમી હશે. બીજી તરફ મુખ્ય આર્થિક સલાહકાર ડો. વી. અનંત નાગેશ્વરને કહ્યું હતું કે, ઑઈલ અંગે અનુમાન લગાવવું મુશ્કેલ છે. એ કહેવામાં આવી શકે છે કે, જો ક્રુડ ઑઈલની પ્રાઈઝ 100 ડોલર પ્રતિ બેરલથી ઓછી રહેશે. તો ગ્રોથને લઈને અમારા અનુમાન પર અસર નહીં થાય. જ્યાં સુધી ઈન્ફ્લેશનનો પ્રશ્ન છે. તો આ અમારા માટે 2022 જેવો પડકાર નહીં હોય, પરંતુ આપણે આની પર નજર રાખવી પડશે.સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 49.49 પોઈન્ટ (0.08 ટકા)ના વધારા સાથે 59,549.90ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 13.20 પોઈન્ટ (0.07 ટકા)ની તેજી સાથે 17,662.15ના સ્તર પર બંધ થયો છે.