ETV Bharat / business

Stock Market India: ત્રણ દિવસ બાદ માર્કેટમાં સામાન્ય તેજી, સેન્સેક્સ 78 પોઈન્ટ ઉછળ્યો - Stock Market India closed with boom on Thursday

ભારતીય શેરબજારમાં ત્રણ દિવસ પછી આજે તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 78 અને નિફ્ટી 13 પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે બંધ થયો છે.

Stock Market India: ત્રણ દિવસ બાદ માર્કેટમાં સામાન્ય તેજી, સેન્સેક્સ 78 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Mar 16, 2023, 4:47 PM IST

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 78.94 પોઈન્ટ (0.14 ટકા)ના ઉછાળા સાથે 57,634.84ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 13.45 પોઈન્ટ (0.08 ટકા)ના સામાન્ય વધારા સાથે 16,985.60ના સ્તર પર બંધ થયો છે. ત્યારે હવે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Nokia Netplus Collaboration : નોકિયા અને નેટપ્લસે ભારતમાં બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવા માટે હાથ મિલાવ્યો

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ બીપીસીએલ 6.24 ટકા, નેશલે 2.54 ટકા, એશિયન પેઈન્ટ્સ 2.33 ટકા, એચયુએલ 2.21 ટકા, ટાઈટન કંપની 2.14 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સઃ હિન્દલ્કો -5.22 ટકા, તાતા સ્ટીલ -3.31 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક -2.54 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ -2.54 ટકા, ભારતી એરટેલ -1.41 ટકા.

માર્કેટની આજની સ્થિતિઃ આજના વેપારમાં એફએમસીજી, યુટિલિટી, પાવર, ઑઈલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેર્સમાં તેજી જોવા મળી હતી. તો આઈટી, મેટલ અને ટેક કંપનીઓના શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. તો બ્રોડર માર્કેટમાં મિશ્ર સંકેત જોવા મળ્યા છે. જ્યારે બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ લગભગ ફ્લેટ સપાટીએ બંધ થયો છે. તો સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.69 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ Paytm UPI Liteના યુઝર્સની સંખ્યા 2 મિલિયનને પાર, દરરોજ 5 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન

રોકાણકારોની સંપત્તિમાં વધારોઃ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે 256.40 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ હતી, જે આના છેલ્લા કારોબારી દિવસ એટલે કે 15 માર્ચે 255.90 લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ આજે 50,000 કરોડ રૂપિયા વધ્યો છે. એટલે રોકાણકારોની વેલ્થમાં 50,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ રોકાણકારોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.