અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 44.42 પોઈન્ટ (0.07 ટકા)ના ઉછાળા સાથે 61,319.51ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 20 (0.11 ટકા)ના સામાન્ય વધારા સાથે 18,035.85ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોઃ Adani Row: અદાણી ગ્રુપનો દાવો, કહ્યું અમારી બેલેન્સ સીટની સ્થિતિ સારી છે, રોકાણકારોને મળશે સારું વળતર
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ ઓએનજીસી 5.69 ટકા, ટેક મહિન્દ્રા 5.49 ટકા, એપોલો હોસ્પિટલ 3.46 ટકા, ડિવાઈસ લેબ્સ 1.91 ટકા, નેશલે 1.91 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃ બીપીસીએલ -1.65 ટકા, એચડીએફસી લાઈફ 0.87 ટકા, એચયુએલ -0.84 ટકા, એમ એન્ડ એમ -0.81 ટકા, બજાજ ફાઈનાન્સ -0.81 ટકા.
આ પણ વાંચોઃ Paytm લાવ્યું UPIનું આ નવું ફીચર, નાના ટ્રાન્ઝેક્શન વધુ ઝડપી દરે થશે
કોટકે K-MCLR વધાર્યોઃ કોટક મહિન્દ્રાએ આજે (ગુરૂવારે) માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ્સ બેઈઝ્ડ લેન્ડિંગ રેટ (K-MCLR)માં 5 આધાર પોઈન્ટ (0.05 ટકા)નો વધારો કર્યો છે. આ નવા દર 16 ફેબ્રુઆરીથી લાગુ થશે. બેન્કની વેબસાઈટ મુજબ, ઑવરનાઈટ એમસીએલઆરને રિવાઈઝ કરીને 8.20 ટકા કરવામાં આવ્યો છે. એક મહિનાના એમસીએલઆરને વધારીને 8.45 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે ત્રણ મહિના માટે બેન્કે એમસીએલઆરને રિવાઈઝ કરીને 8.60 ટકા કરવામાં આવ્યો છે.