ETV Bharat / business

Stock Market Closing Bell : ભારતીય શેરમાર્કેટ સતત બીજા દિવસે ડાઉન બંધ, BSE Sensex 143 પોઇન્ટ તૂટ્યો

ચાલુ સપ્તાહની શરૂઆતથી જ ભારતીય શેરબજારમાં ભારે ઉતાર ચડાવ જોવા મળ્યા છે. આજે BSE Sensex અને NSE Nifty નજીવા વધારા સાથે ખુલ્યા હતા. જોકે ત્યારબાદ દિવસ દરમિયાન શેરમાર્કેટમાં સતત ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે માર્કેટ રેડ ઝોનમાં બંધ થયું હતું.

Stock Market Closing Bell
Stock Market Closing Bell
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2023, 5:52 PM IST

મુંબઈ : આજે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે BSE Sensex અને NSE Nifty નજીવા વધારા સાથે ખુલ્યા હતા. ત્યારબાદ અચાનક FFI અને DII ના બાઈંગ અને સેલિંગ પ્રેશરની અસર ભારતીય શેરબજાર પર થઈ હતી. ઉપરાંત દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 143 અને 48 તૂટીને સપાટ બંધ રહ્યા હતા.

BSE Sensex : આજે 9 નવેમ્બર ગુરવારના રોજ BSE Sensex અગાઉના 64,975 બંધની સામે 50 પોઈન્ટ વધીને 65,025 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 64,768 પોઈન્ટ ડાઉન અને 65,046 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ લગભગ 143 પોઈન્ટ ઘટીને 64,832 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.22 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex 33 પોઈન્ટ વધીને 64,975 ના મથાળે બંધ રહ્યો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ 19,457 પોઈન્ટના ઓપનીંગ સામે 19,395 પોઈન્ટ પર 48 પોઈન્ટ ઘટીને સપાટ બંધ થયો હતો. આજે દિવસ દરમિયાન NSE Nifty 19,378 પોઈન્ટ સુધી ડાઉન અને 19,463 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DIIના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો. ગતરોજ NSE Nifty 36 પોઈન્ટ વધીને 19,443 ના મથાળે સપાટ બંધ થયો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં એમ એન્ડ એમ (4.09 %), પાવર ગ્રીડ કોર્પો (1.50 %), ઇન્ડસઇન્ડ બેંક (1.31 %), ટાટા મોટર્સ (1.06 %) અને લાર્સન (1.00 %) નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં એચયુએલ (-1.56 %), ટેક મહિન્દ્રા (-1.33 %), ઇન્ફોસિસ (-1.22 %), રિલાયન્સ (-1.11 %) અને બજાજ ફાઇનાન્સ (-1.00 %)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 821 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1279 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં એનટીપીસી, ઇન્ફોસિસ, રિલાયન્સ અને HDFC બેંકના સ્ટોક રહ્યા હતા

  1. PETROL AND DIESEL CONSUMPTION : આ કારણોસર ઓક્ટોબરમાં પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં થયો હતો વધારો
  2. 1st November Rules Change : આજથી 5 મોટા ફેરફારો થઈ રહ્યા છે, જાણો તમારા પર શું થશે અસર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.