બેંગલુરુ: વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ (making India developed nation) બનાવવા માટે ઈનોવેશન (Innovation to be key) ને મુખ્ય પરિબળ તરીકે ગણાવતા, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે, આ લક્ષ્ય હાંસલ કરવા માટે ડિજિટાઇઝેશનની અંદર અપાર સંભાવનાઓ છે.
ઈનોવેશન ચાવીરૂપ: અહીં કર્ણાટક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા સીતારામણે કહ્યું કે, કોવિડ 19 રોગચાળા દરમિયાન અને તેના તુરંત બાદ પણ તેજીનું વાતાવરણ જળવાઈ રહે છે અને જો તમામ દેશવાસીઓ સાથે મળીને પ્રયત્નો કરે તો 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે ખૂબ મુશ્કેલ ન હોવું જોઈએ.
ઈનોવેશન મહત્વપૂર્ણ: સીતારામણે કહ્યું કે, હવેથી 2047 સુધીની સફરમાં ઈનોવેશન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ઇનોવેશનના કારણે જ આપણે અર્થતંત્ર સામે આવતી ઘણી સમસ્યાઓનો ઉકેલ શોધી શક્યા છીએ અને તેના આધારે આપણે વિકસિત અર્થવ્યવસ્થાનો દરજ્જો હાંસલ કરવાનું લક્ષ્ય હાંસલ કરી શકીએ છીએ. ડિજિટાઈઝેશનને વેગ આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તેને આગળ લઈ જવાનો ઘણો મોટો અવકાશ છે. તેમણે સેવા, શિક્ષણ અને સૉફ્ટવેર (SAAS) તરીકે સેવાઓનો ખાસ ઉલ્લેખ કર્યો છે.
ભારતીય આર્થિક વિશ્વ: કોવિડ રોગચાળા દરમિયાન દેશભરમાં ફેલાયેલા દુઃખના સમયગાળાને યાદ કરતાં તેમણે કહ્યું કે, ભારતીય આર્થિક વિશ્વ આ મુશ્કેલ સમયમાં બહાર નીકળવામાં સફળ રહ્યું છે. તેમણે કહ્યું, હું એમ નથી કહેતી કે, અમે જે કરવા માગતા હતા તે બધું પ્રાપ્ત કરવામાં અમે સક્ષમ હતા. હજુ પણ સમાજના કેટલાક વર્ગોને વધુ મદદની જરૂર છે અને અમે તેની કાળજી લઈ રહ્યા છીએ.
કર્ણાટકના ઉદ્યોગો: આ અવસર પર નાણાપ્રધાનએ કહ્યું કે, આવતા વર્ષે દેશના ઘણા ભાગોમાં જી 20 બેઠકો યોજાવા જઈ રહી છે જેમાં કર્ણાટકને પોતાની બ્રાન્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે, ઉદ્યોગ મંડળે કર્ણાટકના ઉદ્યોગો અને વેપારી સંગઠનો સાથે મળીને રાજ્યનું અલગ બ્રાન્ડિંગ કરવા માટે પ્રયાસો કરવા જોઈએ જેથી કરીને રાજ્યના તેના વિશેષ ઉત્પાદનોને એક અલગ ઓળખ આપી શકાય.
વિકસિત રાષ્ટ્ર બનાવવું: ભારત આવતા વર્ષે G 20 જૂથનું અધ્યક્ષ બનવાનું છે. આ દરમિયાન દેશના અલગ અલગ ભાગોમાં આ સમૂહને લગતી ઘણી બેઠકોનું આયોજન કરવામાં આવશે. આમાંની કેટલીક બેઠકો કર્ણાટકના કેટલાક શહેરોમાં પણ યોજાય તેવી શક્યતા છે.