નવી દિલ્હી: હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જે સોમવારે પણ જોવા મળ્યો હતો. શેરબજારના શરૂઆતી કારોબારમાં અદાણી કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ગ્રુપની ચાર કંપનીઓના આઉટલૂકને 'સ્થિર'માંથી 'નેગેટિવ'માં અપગ્રેડ કર્યો છે. ગ્રુપની કંપનીઓ પર સવારના કારોબારમાં તેની અસર જોવા મળી હતી.
આ પણ વાંચો: LIC On Adani Group : LIC ચેરમેનનું મોટું નિવેદન, અદાણીમાં રોકાણ કરવાની કોઈ તાત્કાલિક યોજના નથી
શેરમાં પાંચ ટકાનો ઘટાડો: અદાણી ગ્રુપના મુખ્ય શેરોમાં પાંચ ટકાનો ઘટાડો થયો હતો. બીએસઈ પર અદાણી એન્ટરપ્રાઈઝીસનો શેર સવારના વેપારમાં 4.32 ટકા ઘટીને રૂપિયા 1,767.60 થયો હતો. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન 2.56 ટકાના ઘટાડા સાથે રૂપિયા 568.90 પર ટ્રેડ થઈ રહ્યા હતા. ઘણી ગ્રુપ કંપનીઓના શેર તેમની નીચલી સર્કિટને સ્પર્શ્યા હતા. અદાણી પાવર રૂપિયા 156.10, અદાણી ટ્રાન્સમિશન રૂપિયા 1,126.85, અદાણી ગ્રીન એનર્જી રૂપિયા 687.75 અને અદાણી ટોટલ ગેસ રૂપિયા 1,195.35ના ભાવે આવ્યા હતા. આ તમામ શેરોમાં પાંચ-પાંચ ટકાનો ઘટાડો થયો હતો.
ક્રેડિટ રેટિંગ એજન્સીની અસર: BSE પર અંબુજા સિમેન્ટ 3.34 ટકા ઘટીને રૂપિયા 349, અદાણી વિલ્મર 3.31 ટકા ઘટીને રૂપિયા 421.65, NDTV 2.25 ટકા ઘટીને રૂપિયા 203.95. ACCનો શેર 1.49 ટકાના ઘટાડા સાથે રૂપિયા 1,853 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ગ્રુપની ચાર કંપનીઓના આઉટલૂકને 'સ્થિર'માંથી 'નેગેટિવ'માં અપગ્રેડ કર્યો છે. ગ્રુપની કંપનીઓ પર સવારના કારોબારમાં તેની અસર જોવા મળી હતી. ક્રેડિટ રેટિંગ એજન્સી એ એવી કંપની છે જે ક્રેડિટ રેટિંગ સોંપે છે, જે સમયસર મુદ્દલ અને વ્યાજની ચૂકવણી કરીને દેવું ચૂકવવાની ક્ષમતાને રેટ કરે છે.
આ પણ વાંચો: Adani vs Hindenburg : અદાણીએ હિંડનબર્ગ સામે ખોલ્યો મોરચો, અમેરિકન કાનૂની ટીમને કરી હાયર
આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: ગૌતમ અદાણીની કંપનીએ અમેરિકન રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગ દ્વારા કરવામાં આવેલા દાવા સામે લડવા માટે એક્ટિવિઝમ ડિફેન્સ લો ફર્મ વૉચટેલ, લિપ્ટન, રોસેન એન્ડ કેટ્ઝને હાયર કરી છે. અદાણી ગ્રુપ કેસ લડીને તેના રોકાણકારોને કંપનીઓના નાણાકીય સ્વાસ્થ્ય વિશે ખાતરી આપવા માંગે છે. આજે હિંડનબર્ગનો રિપોર્ટને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.