મુંબઈઃ કારોબારી સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે શેરબજાર જોરદાર ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ભારે ઘટાડા સાથે 70,106ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.62 ટકાના ઘટાડા સાથે 21,021ની સપાટી પર ખુલ્યો હતો. આજે સવારે સેન્સેક્સના 30માંથી 24 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. એક્સિસ બેન્ક, સન ફાર્મા અને જેએસડબલ્યુ સ્ટીલમાં ભારે નુકસાન સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. જોકે, રિલાયન્સના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે, શાંતિ સ્પિનટેક્સ, આરબીઝેડ જ્વેલર્સ, ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગ અને હેપ્પી ફોર્જિંગ્સના આઈપીઓનું સબ્સ્ક્રિપ્શન આજે બંધ થઈ જશે. જ્યારે ઇનોવા કેપ્ટબનો આઇપીઓ આજે ખુલી રહ્યો છે, જ્યારે આઝાદ એન્જિનિયરિંગનો આઇપીઓ શુક્રવારે બંધ થશે
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું. BSE પર સેન્સેક્સ 930 પોઈન્ટથી વધુના ભારે ઘટાડા સાથે 70,506ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 1.62 ટકાના ઘટાડા સાથે 21,106ની સપાટી પર બંધ થયો હતો. મોર્નિંગ ટ્રેડિંગમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ સેશનના અંતે ઈક્વિટી માર્કેટમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. નોંધનીય છે કે, S&P BSE સેન્સેક્સ સવારના સોદામાં 71,913ની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટીએ પણ ગઈકાલે 21,593ની રેકોર્ડ ઉચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.
સેન્સેક્સના તમામ 30 શેરો અને નિફ્ટીના 50માંથી 46 શેર અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, યુપીએલ, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, એમએન્ડએમ, એચડીએફસી લાઈફ, એચસીએલ ટેક, આઈશર મોટર્સ 6 ટકાના જંગી ઘટાડા સાથે બંધ થયા છે. ટાટા મોટર્સ, એનટીપીસી, એસબીઆઈ, ગ્રાસિમ, અપોલો હોસ્પિટલ, હિન્દાલ્કો, ટેક એમ, એલએન્ડટી અને બજાજ ફાઇનાન્સના શેરમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.