અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આ સાથે જ ત્રણ દિવસ પછી ભારતીય શેરબજાર (Share Market India) મજબૂતી સાથે બંધ થતા રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 427.79 પોઈન્ટ (0.78 ટકા)ના ઉછાળા સાથે 55,320.28ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 121.85 પોઈન્ટ (0.74 ટકા)ની મજબૂતી સાથે 16,478.10ના સ્તર પર બંધ થયો છે.
![શેરબજારની આજની સ્થિતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15514459_stock.jpg)
સરકારી કંપનીઓ અંગે કેન્દ્રિય નાણા પ્રધાને શું કહ્યું - સરકારી કંપનીઓ અંગે કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પબ્લિક સેક્ટર યુનિટ્સે (PSUs) સારી કાર્યક્ષમતા પર ધ્યાન રાખવું પડશે. તેમની કામ કરવાની રીત સરળ અને યોગ્ય છે. સાથે જ PSUsને ડિજિટલાઈઝેશનનો ઉપયોગ વધારવો પડશે. તેનાથી તેમની કાર્યક્ષમતા વધશે.
આ પણ વાંચો- EMIનો બોજ ઘટાડવા માંગો છો, તો આ રીત અપનાવો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - ડો રેડ્ડીઝ લેબ્સ (Dr Reddys Labs) 2.94 ટકા, બીપીસીએલ (BPCL) 2.81 ટકા, રિલાયન્સ (Reliance) 2.69 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 2.58 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) 2.31 ટકા.
આ પણ વાંચો- વિશ્વ બેન્કે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 7.5 ટકા કર્યું
સૌથી વધુ ગગડેલા શેર્સ - તાતા સ્ટીલ (Tata Steel) -3.70 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -2.02 ટકા, તાતા મોટર્સ (Tata Motors) -1.62 ટકા, ગ્રેસિમ (Grasim) -1.57 ટકા, એનટીપીસી (NTPC) -1.21 ટકા.