ETV Bharat / business

Share Market India: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 58,000ને પાર

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 343.12 અને નિફ્ટી (Nifty) 90 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 58,000ને પાર
Share Market India: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 58,000ને પાર
author img

By

Published : Mar 30, 2022, 10:22 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 343.12 પોઈન્ટ (0.59 ટકા)ના વધારા સાથે 58,286.77ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 90 પોઈન્ટ (0.52 ટકા)ની મજબૂતી સાથે 17,415.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Credit Card Benefits : વિદેશ પ્રવાસ દરમિયાન શ્રેષ્ઠ મિત્ર એટલે 'ક્રેડિટ કાર્ડ'

આ શેર્સ રહેશે ચર્ચામાં - આજે દિવસભર સૌથી વધુ હીરો મોટોકોર્પ (Hero Motocorp), સૂરજ ઈન્ડસ્ટ્રીઝ (Suraj Industries), આરએસડબ્લ્યૂએમ (RSWM), રેલ વિકાસ નિગમ (Rail Vikas Nigam), કેન ફિન હોમ્સ (Can Fin Homes), આઈડીબીઆઈ બેન્ક (IDBI Bank), સ્ટ્રાઈડ્સ ફાર્મા સાયન્સ (Strides Pharma Science), કોસ્ટલ કોર્પોરેશન (Coastal Corporation), ક્લિન સાયન્સ એન્ડ ટેકનોલોજી (Clen Science and Technology), રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ (Ruchi Soya Industries) જેવા સ્ટોક્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- મોટાભાગના ગ્રાહકોએ કોરોનાને કારણે વાહન ખરીદીનો નિર્ણય રાખ્યો મોકૂફ : સર્વે

વૈશ્વિક બજાર પર નજર - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 149.50 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 1.27 ટકાના ઘટાડા સાથે 27,893.92ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.11 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તાઈવાનનું બજાર 0.99 ટકાના ઉછાળા સાથે 17,723.19ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 0.96 ટકાના વધારા સાથે 22,139.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 0.26 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.85 ટકાના ઉછાળા સાથે 3,231.13ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.