ETV Bharat / business

Share Market India: શેરબજારમાં છેલ્લા દિવસે ચાંદી જ ચાંદી, સેન્સેક્સ 708 પોઈન્ટ ઉછળી 59,000ને પાર - Expert on Share Market

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારમાં (Share Market India) તેજી જોવા મળી હતી. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 708.18 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 205.70 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.

Share Market India: શેરબજારમાં છેલ્લા દિવસે ચાંદી જ ચાંદી, સેન્સેક્સ 708 પોઈન્ટ ઉછળી 59,000ને પાર

author img

By

Published : Apr 1, 2022, 3:45 PM IST

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારમાં (Share Market India) તેજી જોવા મળી હતી. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 708.18 પોઈન્ટ (1.21 ટકા)ના ઉછાળા સાથે 59,276.69ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 205.70 પોઈન્ટ (1.18 ટકા)ના ઉછાળા સાથે 17,670.45ના સ્તર પર બંધ થયો છે.

નિષ્ણાતના મતે - વેલ્થસ્ટ્રીટના કોફાઉન્ડર રાકેશ લાહોટીએ (Expert on Share Market) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત તરફથી રશિયન ઓઈલની મોટી ખરીદી સંભવ છે. ચીન પણ રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ખરીદી રહ્યું છે. આમ, વિશ્વમાં 2 મોટા ખરીદદારો રશિયા તરફ વળતાં ઓપેક દેશો માટે તેમના ક્રૂડને ડિસ્કાઉન્ટમાં વેચવાની નોબત આવી શકે છે, જે સરવાળે ક્રૂડના ભાવોને નીચા જાળવી શકે છે. તેની પાછળ 2022-23માં ભારતીય GDP વૃદ્ધિ દરમાં કરવામાં આવી રહેલા ઘટાડાને ફરીથી સુધારાતરફી બનાવવાનો ક્રમ પણ જોવા મળી શકે છે.

આ પણ વાંચો- PAN-Aadhaar Link Date :પાન આધાર લિક કરવાની છેલ્લી તારીખ વધારાઈ, ફ્રિ સેવા થશે ખતમ

રિઅલ્ટી પણ નવા વર્ષમાં સારો દેખાવ જાળવશેઃ નિષ્ણાત - વેલ્થસ્ટ્રીટના કોફાઉન્ડર રાકેશ લાહોટીએ (Expert on Share Market) વધુમાં જણાવ્યું હતું કે, મારી દ્રષ્ટીએ બેન્કિંગ સેક્ટર આગામી તેજીનું સુકાન સંભાળી શકે છે. વર્ષ 2022-23માં ક્રેડિટ ગ્રોથ 9 ટકા રહેવાનો અંદાજ છે, જે પાછલા વર્ષોની સરખામણીમાં સારો છે. ખાનગી રિટેલ સેન્ટ્રીક બેન્ક્સ સારો દેખાવ જાળવી રાખશે એમ જણાય છે. રિઅલ્ટી પણ નવા વર્ષમાં સારો દેખાવ જાળવશે. રેપો રેટમાં એકાદ-બે રાઉન્ડની વૃદ્ધિને કારણે હાઉસિંગની ડિમાન્ડ પર કોઈ અસર નહીં થાય. મારી દ્રષ્ટીએ સાઈક્લિકલ શેર્સ ફરી એકવાર સારો દેખાવ દર્શાવી શકે છે. આમ, ઓલ્ડ ઈકોનોમી શેર્સ પર ફોકસ જાળવવાનું રહેશે. ટ્રેડર્સે 17000ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવાની રહેશે.

આ પણ વાંચો- આજથી થવા જઈ રહ્યા છે આ ફેરફારો, બેંકિંગથી લઈને ટેક્સ અને પોસ્ટ ઓફિસ સુધીના નિયમો બદલાશે

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ - આજે દિવસભર એનટીપીસી (NTPC) 5.85 ટકા, બીપીસીએલ (BPCL) 4.26 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 3.97 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 3.51 ટકા, એસબીઆઈ (SBI) 3.13 ટકા ઉંચકાયા છે. જ્યારે હીરો મોટોકોર્પ (Hero Motocorp) -2.19 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -0.69 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -0.46 ટકા, સન ફાર્મા (Sun Pharma) -0.46 ટકા, ટાઈટન કંપની (Titan Company) -0.41 ટકા ગગડ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.